AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચાધિકારીઓનું સતત માર્ગ નિરીક્ષણ…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ,તા: ૧૫: રાજ્ય સમસ્તની જેમ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશનિર્દેશ અનુસાર વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માર્ગોની માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી છે.આ માટે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા દરેક રસ્તા ઉપર મરામતની કામગીરી સુપેરે થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓની નિગરાની હેઠળની ટીમો તૈનાત કરવામા આવી છે. જેમના દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી હાથ ધરવામા આવી રહી છે.માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા મોન્સુન સંબંધિત માર્ગ સુધારણાના કાર્યને ઝડપી બનાવવા ૮ જેટલા JCB અને આશરે ૮૦ વ્યક્તિઓનુ માનવ બળ કામે લગાડાયુ છે. સતત ચાલી રહેલી આ કામગીરીના ભાગરૂપે ડાંગ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના કાર્યપાલક ઈજનેર શ્રી કે.બી.કુકણાં અને વઘઈના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એમ.આર.પટેલ દ્વારા વઘઈ-સાપુતારા SH NO. 15 અને બારીપાડા-માનમોડી SH NO. 174 ની જાત મુલાકાત લઈ રોડ ફર્નિચર, ગતિ અવરોધકો, રોલર ક્રશ બેરીયર્સ, રોડ સાઈડની સાફ સફાઈ સહિત સાકરપાતળ પાસેના ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા ‘નંદી ઉતારા’ બ્રિજની મુલાકાત લેવામા આવી હતી.તો પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૦૨૭.૬૦ કી.મી. રસ્તા ઉપર મરામતની કામગીરી સુમેરે થાય તે માટે નાયબ કાર્યપાલક ઇજનેર આહવા અને વઘઇની નિગરાની હેઠળ કુલ ૧૩ ટીમો તૈનાત કરવામા આવી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામા હાથ ધરવામા આવી રહી છે.મોન્સુન સંબંધિત માર્ગ સુધારણાના કાર્યને ઝડપી બનાવવા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૯ ટ્રી કટર, ૯ ટ્રેકટર ટ્રોલી, ૧૩ જે.સી.બી, ૧૫ ડી.જી સેટ અને આશરે ૧૭૫ વ્યક્તિઓનુ માનવબળ ઉપલબ્ધ કરાવ્યું છે. આ ટીમો કટોકટીની કોઈપણ પરિસ્થિતિમા તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. જેમની કામગીરીનુ કાર્યપાલક ઇજનેર ભાવેશભાઈ પટેલ દ્વારા સતત મોનિટરિંગ કરવામા આવી રહ્યુ છે.

આ તમામ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ કટોકટીની કોઈ પણ પરિસ્થિતિમા તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે.

Back to top button
error: Content is protected !!