DAHODGUJARAT

દાહોદ રાજકીય રેલ્વે પોલીસને જેકોટ રેલ્વે સ્ટેશન વચ્ચે અજાણયા ઈસમની લાશ મળી આવતા અજાણયા ઈસમના પરિવારની શોધખોળ હાથ ધરી

તા.૧૦.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રાજકીય રેલ્વે પોલીસને જેકોટ રેલ્વે સ્ટેશન વચ્ચે અજાણયા ઈસમની લાશ મળી આવતા અજાણયા ઈસમના પરિવારની શોધખોળ હાથ ધરી

આજરોજ તા.૦૯.૧૧.૨૦૨૪ ના રવિવાર સવારે.૧૨.૦૦ કલાકે વાત કરીયેતો દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી જેમાં જણાવવામાં આવ્યુ કે જેકોટ અને ઉસરા રેલ્વે સ્ટેશન વચ્ચે કોઈ ઈસમની લાશ મળી હોવાની માહિતી મળી હતી સ્થળ પર જોતા તે લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી જતી રેલ્વે ટ્રેકની નજીક ડાઉન લાઈનમાં કોઈ ડાઉન ટ્રેન માંથી અકસ્માતે પડી જતા તે ઇસમને શરીરે ગંભીર ઈજાઓના કારણે ઈસમની મોત નીપજ્યું હતું હાલતો રાજકીય રેલ્વે પોલીસે પંચનામો કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પરિવારને શોધખોળ હાથ ધરી છે રાજકીય રેલ્વે પોલીસ છેલ્લા ત્રણ દિવસથી પરિવારની શોધખોળ હાથ ધરી ત્યારે અજાણયા ઇસમના પરિવારની કોઈ જાણકારી ન મળતા લાશને દાહોદના ઝાયડસ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવી છે.તે ઈસમએ શરીરે સફેદ કલરનું કાળી ટીપકી વાળું આખી બાઈનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પેહરેલ છે.જો કોઈ આં ઈસમને ઓળખતો હોય તો રાજકીય રેલ્વે પોલીસ દાહોદનો સંપર્ક કરવા જણાવ્યુ છે

Back to top button
error: Content is protected !!