MORBI:મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા બાળકનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવતી SHE TEAM

MORBI:મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા બાળકનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવતી SHE TEAM
મોરબીના પાડા પુલ નીચેથી એક બાળક એકલું મળી આવ્યું હતું જેથી બી ડીવીઝનની શી ટીમે માતાપિતાનો પત્તો મેળવી બાળક તેના માતાપિતાને સોપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
મોરબી સીટી બી ડીવીઝનની શી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાંથી એક વાલીવારસ વગરનું બાળક મળી આવ્યું હતું આશરે ૩ વર્ષનું બાળક એકલું હોય જેથી બાળકને પોલીસ મથકે લઇ જવામાં આવ્યું હતું અને કબજો સાંભળી વાલીવારસને શોધવા કવાયત હાથ ધરી હતી અને બાળકની હિન્દીમાં કાલી ઘેલી ભાષાને આધારે સમજવાનો પ્રયત્ન કરી વાલીને શોધવા કવાયત કરી
ટૂંકા સમયમાં જેતપર રોડ પરથી બાળકના વાલી ભરમુ ધૂમસિંહ રાણા (ઉ.વ.૩૦) રહે અમુલ કારખાના પાવડીયારી કેનાલ પાસે તા. મોરબી વાળાને શોધી કાઢી ખાતરી કરી બાળક માતાપિતાને સોપ્યો હતો






