VALSADVALSAD CITY / TALUKO

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે ૧૦૮ કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કરાયો

પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ઠાતા ધર્માંચાર્ય પૂ. પરભુદાદા અને પૂ. રમાબાના પરમ સાનિધ્યમાં કુરુક્ષેત્ર-હરિયાણામાં સ્થિત બ્રહ્મ સરોવરના પવિત્ર સ્થળ પાસે આવેલા જયરામ આશ્રમ પરિસરમાં ૧૦૮ કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કરાયો હતો. પ્રધાનચાર્ય રણબીરસિંહ અને તેમના સહાયકો સહિત ભૂદેવો અનિલભાઈ જોષી અને કશ્યપભાઈ જાનીએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું હતું. યજ્ઞ પૂર્વે પ્રધાનચાર્ય સહિત તમામ ભુદેવોને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું હતું.

આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, તીર્થ સ્થાનોમાં સત્કર્મો કરવાથી સૌનું કલ્યાણ થાય છે. કુરુક્ષેત્ર તમામ પુણ્ય ભૂમિ છે અહીંના વિવિધ બિન્દુઓની શક્તિ ઘણી છે, જેથી અહીંના તીર્થ સ્થાનોના દર્શન કરવાથી આપણા તમામ કષ્ટોના નિવારણ થઈ જાય છે. અહીં જે કોઈ પણ સાચી ભાવનાથી આવ્યા છે તેમને ભગવાન અવશ્ય મળવા આવશે જ તેવા આશીર્વાદ તેમણે પાઠવ્યા હતા. અહીં આવવામાં અનેક મુશ્કેલીઓ આવી છે, જે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે તેની સાબિતી છે. તીર્થ સ્થળે આવ્યા છીએ તો અહીંથી કંઈક ખરીદી કરવી જોઈએ જેથી અહીંના લોકોને રોજગારી મળવાથી દેવતાઓ રાજી થાય છે. ચારેય વર્ણમાં ઉત્તમ વર્ણ બ્રાહ્મણ છે, કર્મકાંડ કરવાનો અધિકાર બ્રાહ્મણોને છે. અન્નદાન અને વિદ્યાદાન સૌથી મોટા છે. જયરામ આશ્રમમાં સંસ્કૃતનું વિદ્યાદાન થઈ રહ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. ખેતી માટે જેમ સારી જમીન જરૂરી છે તેમ યજ્ઞ માટે પણ સારી ભૂમિ હોવી જરૂરી છે, આવી ભૂમિ ઉપર યજ્ઞ કાર્ય સત્કર્મ કરવાથી તેનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

યજ્ઞના પૂર્વ દિવસે બ્રહ્મ સરોવર ખાતે તીર્થપૂજા કરી અહીં યજ્ઞ કરવાની પરવાનગી મેળવી હતી. ત્યારબાદ ધજારોહણ કરી ભગવાનને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. શિવ પરિવાર દ્વારા બ્રહ્મ સરોવરમાં સ્નાન કરી ભગવાન લક્ષ્મી નારાયણની શોભાયાત્રા કાઢી અહીંના સ્થાનિકોને યજ્ઞમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમારે યજ્ઞમાં ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. આ યજ્ઞના આયોજનમાં સહયોગ આપનારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવેએ જણાવ્યું હતું કે, ભરમોર અને કુરુક્ષેત્ર ખાતે સફળતાપૂર્વક યજ્ઞકાર્ય પરભુદાદાના આશીર્વાદ થકી સંપન્ન થયું છે. આ અગાઉ પણ અનેક યજ્ઞો પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે.

જયરામ વિદ્યાપીઠના સંચાલક રોહિતભાઈએ યજ્ઞનું પૂર્ણ ફળ સૌને મળે તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, આ ભાગવત ભૂમિ છે અહીં જે કોઈ પુણ્ય કાર્ય કરે છે તેનું અઢાર ગણું ફળ મળે છે. તેમણે આશ્રમની કામગીરીની રૂપરેખા આપી હતી. આ પાવન ભૂમિ ઉપર પ્રગટેશ્વર ધામના શિવ પરિવારે ૧૦૮ કુંડી યજ્ઞ કરી વધુ પાવન કરી છે, જેમની રજ અહીં પડી છે, તે અહીંના પ્રાધ્યાપક તેમજ વિદ્યાર્થીઓને અડશે તેમને પણ આ યજ્ઞનું ફળ મળશે, તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.

અનિલભાઈ જોષીએ જણાવ્યું હતું કે, એક પિતા સબ પરિવાર ની ભાવનાથી સમગ્ર શિવ પરિવાર ધર્માંચાર્ય પરભુદાદાની પ્રેરણાથી સમગ્ર દેશમાં ધર્મની જ્યોતિ પ્રગટાવી પુણ્યનું કાર્ય કરી રહ્યા છે.

કશ્યપભાઈ જાનીએ જણાવ્યું હતું કે, પ્રગટેશ્વર ધામ દ્વારા દાદાની કૃપાથી અનેક સ્થળોએ યજ્ઞો થઈ રહ્યા છે. ભગવાન ઉપર જેને ભરોસો હોય તેનો વાળ પણ વાંકો થતો નથી તેમ અહીંના શિવ પરિવારને પ્રગટેશ્વર દાદા અને ગુરુદેવ પરભુદાદા ઉપર ભરોસો છે, જેથી તેમના દરેક કર્યો સફળ થઈ રહયા છે.

શિવ પરિવારે કુરુક્ષેત્ર તીર્થમાં આવેલા વિવિધ સ્થાનો જ્યોતિસર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું, બાણ ગંગા કે જ્યાં અર્જુને બાણ ચલાવી ભીષ્મ પિતામહ માટે ગંગા પ્રગટ કરી હતી તેમજ સ્થાનેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં પાંડવોએ ભગવાન શિવની પૂજા કરી હતી તેમજ માં ભદ્રકાળી શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પ્રગટેશ્વર ધામ આછવણીના મહિલા પ્રમુખ સીતાબેન અને ઇલાબેને ભજન રજૂ કરતું હતું. અહીંના કવિરાજ વિરેન્દ્રભાઈએ સુંદર કવિતા રજૂ કરી હતી.

આ અવસરે પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર,  મંત્રી હેમંતભાઇ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, શિવ પરિવારના વિનોદભાઇ પટેલ(મામા), અપ્પુભાઇ પટેલ,  અજયભાઇ પટેલ, મયંકભાઇ બ્રહ્મભટ્ટ, ઠાકોરભાઇ પટેલ, ઝીકુભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ, વિપુલભાઇ પાંચાલ, ભરતભાઇ દેસાઇ, કાંતિભાઈ દમણિયા સહિત ગુજરાત-મહારાષ્ટ્ર  શિવ પરિવાર  ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!