
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
લ્યો બોલો મંત્રી એ પીડિત પરિવારની મુલાકાત ના લીધી, મંત્રી સામે આડકત્રીક રીતે નામ લીધા વિના આક્રોશ,ગરનાળુ જોવા સમય છે પણ પરિવાર માટે નહિ -હસમુખ સક્સેના
અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના કોલીખડ ગામનો,એન્જીનીયર ડિપ્લોમાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો દોઢ માસ પૂર્વે,મોડાસા શહેરના તત્વ આર્કેટના બેઝમેન્ટ માંથી શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળ્યો હતો,પરિવારે પોતાના આશાસ્પદ દીકરાની કોઇ અજાન્યા ઈસમોએ હત્યા કરી હોવાના આક્ષેપો બાદ ,મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે,પરંતુ મોડાસા વિધાનસભા બેઠકના મતદારો ના મતો થી ધારાસભ્ય થી લઈ, રાજ્ય કક્ષાના મંત્રી બનેલા મંત્રી એ,આજ દિવસ સુધી પીડિત પરિવારની મુલાકાત કે સાત્વના ન પાઠવી હોવાના આક્ષેપ સાથે,મોડાસા ની મુલાકાતે આવેલા સામાજિક આગેવાન હસમુખ સક્સેનાએ, મંત્રી સામે આડકત્રીક રીતે નામ લીધા વિના આક્રોશ વ્યક્ત કર્યો હતો.



