MORBI:મોરબીમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિમાના પ્રથમ ચાંદ થી હુસેની માહોલ છવાયા બાદ શનિવારે તાજીયા પદ્માવ્યા અને રવિવારે ઠંડા થયા

MORBI:મોરબીમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિમાના પ્રથમ ચાંદ થી હુસેની માહોલ છવાયા બાદ શનિવારે તાજીયા પદ્માવ્યા અને રવિવારે ઠંડા થયા
તસવીર અહેવાલ રિપોર્ટ મોસીન શેખ મોરબી
મોરબીમાં સૈયદ અબ્દુલ રસીદ મીયા બાપુ કાદરી ની અધ્યક્ષતામાં 10 તાજીયા અને 10 અખાડા સાથે મોરબી શહેરના સમગ્ર વિસ્તારમાં રાબેતા મુજબ દર વર્ષની જેમ કોમી એક્તા ના પ્રતિક શનિવારે તાજીયા પદ્મા આવ્યા હતા અને રવિવારે ઠંડા થયા હતા આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ ના પ્રથમ ચાંદથી જ ઠેર ઠેર છબીલો તાજીયા કમિટી દ્વારા કલા તમક તાજીયાઓની કામગીરી જુદા જુદા મસ્જિદ દરગાહ શરીફ ના રોજા મુબારક આબેહૂબ બનાવવામાં આવ્યા હતા કાલિકા પ્લોટ ઘાંચીપરા સિપાઈ વાસ મકરાણી વાસ ખાટકીવાસ કુલી નગર મોરબી બે ચોરડી વાવડી રોડ વગેરે વિસ્તારોમાં વાયજ શરીફ જીક્ર શરીફ સૈયદ ઇમામે હસન હુસૈન ની યાદ માં દર વર્ષની જેમ રાબેતા મુજબ કાર્યક્રમ યોજાયા હતા છબીલોમાં ઠંડા પાણી શરબત ચા પાણી દૂધ કોલ્ડિંગ્સ સહિત વગેરે ખાદ્ય પદાર્થ પાવભાજી સેન્ડવીચ હલીમ વગેરે વાનગીઓ નયાજ પ્રસાદ નું લંગરખાનું શરૂ કરવામાં આવ્યું હતું જે ઠંડા તાજીયા અને અખાડા કમિટી વખતે કોમલતાના પ્રતીક વિવિધ સરકારી કર્મચારીઓની સારી કામગીરીમાં સન્માન સાથે નારીયલ સાકર નો પડો આપી સર્વે નો આભાર મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો એ વ્યકત કર્યો હતો











