ENTERTAINMENTNATIONAL

પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનને કોર્ટના આદેશ પર 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 ફિલ્મની કમાણી કરતા અલ્લુ અર્જુનની ધરપકડના કારણે વધારે ચર્ચામાં જોવા મળી છે. ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન થયેલ ભાગદોડમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં શુક્રવારે બપોરે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ત્યારે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવતા તેના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં થયેલ ધરપકડને લઇ તેલંગણા હાઇકોર્ટ અલ્લુ અર્જુને 14 દિવસની જેલની સજા સંભળાવી છે.
તેલુગુ સુપરસ્ટાર અને પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનને કોર્ટના આદેશ પર 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલી સુનાવણીમાં કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. અલ્લુ અર્જુનની સામે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે અભિનેતા સહિત કુલ સાત લોકોની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ રિપોર્ટ મુજબ તમામ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું કે અભિનેતા પર લાગેલા આરોપો અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. સાથે જ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
તેલંગાણા હાઈકોર્ટના જજ જુવવાદી શ્રીદેવીની કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. કોર્ટે સવાલ પૂછ્યો કે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, બચાવ પક્ષના વકીલે કોર્ટને જાણ કરી કે તેમને આજે ટેલિફોનિક સૂચનાઓ મળી છે જેમાં જણાવ્યું હતું કે આરોપી અભિનેતા અલ્લુ અર્જુનને પણ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!