ARAVALLIBHILODAGUJARAT

શામળાજી પોલીસનો બુટલેગરો પર સપાટો : પોલીસે ઇનોવા અને બ્રેઝા કારમાંથી 3.05 લાખનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસનો બુટલેગરો પર સપાટો : પોલીસે ઇનોવા અને બ્રેઝા કારમાંથી 3.05 લાખનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરી દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીને નાથવામાં મહદઅંશે સફળ રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી વધુ બે કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી સઘન ચેકિંગ હાથધરી વિદેશી દારૂને ગુજરાતમાં ઠાલવતો અટકાવવા બાતમીદારો સક્રિય કરી બુટલેગરોના નિતનવા કીમિયા નિષ્ફળ બનાવી રહી છે રાજસ્થાન તફરથી આવતા વાહનોનું ચેકિંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી બ્રેઝા કારને અટકાવી તલાસી લેતા શીટ નીચે ગુપ્તખાના બનાવી સંતાડેલ વિદેશી દારૂની 72 બોટલ જપ્ત કરી 1.39 લાખનો વિદેશી દારૂ, કાર અને મોબાઇલ મળી 6.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજયપાલસિંહ ગજેન્દ્રસિંહ રાઠોડ (રહે,કાંકરીયા,નાગૌર-રાજ) અને વિરેન્દ્રસિંહ અજીતસિંહ રાઠોડ (રહે,સીતાવત, નાગૌર-રાજ)ને ઝડપી લીધા હતા અન્ય એક ટેક્ષી પાસીંગની ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતાં અટકાવી અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 1.66 લાખની 78 બોટલ તેમજ મોબાઇલ અને ઇનોવા મળી રૂ.6.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર પ્રવીણ વેલજી પ્રજાપત (રહે, સોલા બ્રિજ પાસેની ચાલીમાં-અમદાવાદ) ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!