GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

 

MORBi મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

 

 

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સેવાકાર્ય માટે ખડેપગે રહેતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સામાજિક જવાબદારી નિભાવવાની પરંપરા પણ જાળવી રાખી છે. ત્યારે આગામી 20 જાન્યુઆરીના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 20/01/2025ને સોમવારના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્ન થશે. જેથી માં-બાપ વિનાની દિકરીઓએ વહેલી તકે મો.95860 52326 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાંઆ આવ્યો છે. તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં વર તથા કન્યા પક્ષ તરફથી મંડપમાં 25-25 માણસોની સંખ્યા રહેશે. આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેમણે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પ્રમુખ હેતલબેન પટેલ મો.95860 52326 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!