
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા નગર થી સબલપુર ગ્રામ્યને જોડતા પુલિયાને બંધ કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા કલેકટર સહિતની ટીમ દ્વારા વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ,સમગ્ર ગુજરાતમાં બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું..ત્યારે અરવલ્લી જિલ્લામાં કલેકટરની ટીમ દ્વારા બ્રિજ નિરીક્ષણ દરમિયાન જિલ્લામાં વધુ એક પુલિયું ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવતા,આ પુલીયા ઉપરથી વાહનો માટે મોડાસા નગર થી સબલપુર ગ્રામ્યને જોડતા પુલિયાને બંધ કરવામાં આવ્યું છે..બંધ કરાયેલ પુલિયાના સેમ્પલ લેવા માટે કંપનીની ટીમ પહેંચી હતી.અરવલ્લી જિલ્લાના કુલ 80 જેટલા બ્રિજ અને નાના મોટા પુલિયા આવેલા છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.




