CHOTILAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર ખાણખનીજ અને RTOની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા હાઇવે પર ગોપાલ હોટલમાંથી રેતી સહિત કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજની ખનન અને વહનની પ્રવૃતિ બેફામ ફૂલી રહી છે જેના કારણે ખાણોના કૂવા, ખાડાઓમાં બની ઘટનાઓમાં લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આ પ્રવૃતિઓ પર રોક લાગવવા જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી જેમાં ખનીજ તેમજ આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાતા બે ડમ્પર સાથે કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો જિલ્લામાં ગેરકાયદે કોલસા, કાબ્રોસેલ સહિતના ખોદાણ માટે ખાડા, કૂવાઓ વધી રહ્યા છે જેમાંથી ખનીજનું ખોદાણ સાથે મસમોટા વાહનમાં તેનું વહન પણ કરાઈ રહ્યું છે ત્યારે આ પ્રવૃતિઓ ઉપર રોક લગાવવા અને પ્રવૃતિઓને વેગ આપતા તત્વોને ઝડપી પાડવા જિલ્લા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે પરિણામે જિલ્લા કલેક્ટર કે સી સંપટના આદેશથી જિલ્લા ખાણખનીજ વિભાગ તેમજ સુરેન્દ્રનગર આરટીઓ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે તા. 23-7-2024ના રોજ તપાસ હાથ ધરી હતી જેમાં ચોટીલામાં આવેલી ગોપાલ હોટલમાં તપાસ કરતા ગેરકાયદે સાદી રેતી ખનીજના વહન હેઠળ એક ડમ્પર ઝડપી પાડ્યું હતું આ ઉપરાંત સીલીકા ખનીજ ગેરકાયેદ વહન કરતા ડમ્પરને પકડી પાડ્યું હતું આ તપાસની કાર્યવાહી દરમિયાન ડમ્પરો સહિત અંદાજે રૂ. 50,00,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો આમ આ બંને ડમ્પરોને પકડી ચોટીલા સનરાઇઝ એન્ટરપ્રાઇઇઝ ખાતે રાખવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!