MEGHRAJ

મેઘરજ ગામ પંચાયત દ્વારા મેઘરજ નવા નગર વિસ્તારમાં પ્લોટ ફાળવણીમાં સ્થળ ફેરફાર કર્યાના આક્ષેપ સાથે રહીશોએ તલાટીને અરજી આપી :લેખિત બોહેધરીની માંગ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ગામ પંચાયત દ્વારા મેઘરજ નવા નગર વિસ્તારમાં પ્લોટ ફાળવણીમાં સ્થળ ફેરફાર કર્યાના આક્ષેપ સાથે રહીશોએ તલાટીને અરજી આપી :લેખિત બોહેધરીની માંગ.

મકાન વિહોણા લોકો પંચાયત આગળ પોતાના પરિવારો સાથે લઈને ધરણા પર બેઠા

અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયત વિસ્તારના નવા નગર વિસ્તારમાં જમીન વિહોણા અને ઝૂંપડપટ્ટી વિસ્તાર ધરાવતા લોકોને અરવલ્લી જિલ્લા કલેકટરના આદેશ અનુસાર મફત પ્લોટ ફાળવણી માટે આદેશ કરવામાં આવ્યો હતો આદેશ અનુસાર મેઘરજ ગામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં રહેતા ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને રહેણાંક વિસ્તાર ખાલી કરવા માટે નોટિસો આપી હતી નોટિસ બાદ સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે મેઘરજ ગામ પંચાયત દ્વારા અમોને સ્થળ ફેરફાર કરી દેવામાં આવ્યા છે અને અમોને અહીંથી ભગાડી મૂકવાના ષડયંત્ર રચાય રહ્યું હોવાથી અમોને મેઘરજ ગામ પંચાયત જે તે સ્થળે પ્લોટ ફાળવણી કરશે અન્ય સ્થળે નહિ તેવી લેખિત બોહેધરી ની માંગ સાથે સ્થાનિકોએ એઘરજ ગામ પંચાયત આગળ હોબાળો મચાવ્યો હતો.

મેઘરજ પંચાયત વિસ્તારના નવાનગર પ્રાથમિક શાળાના બાજુના વિસ્તારમાં વિચરતી અને વિમુખ જાતિના કેટલાક લોકો વર્ષોથી વસવાટ કરે છે આ લોકોને રહેવા માટે ઘર અને મકાનના પ્લોટ ન હોવાથી હાલ પણ આ લોકો છૂટું છવાયું એકલવાયું અને ભટકી ભટકીને જીવન જીવે છે વર્ષો અગાઉ વિચરતી વિમુખ જાતિના લોકોએ સ્વાગત કાર્યક્રમમાં મફત પ્લોટ મેળવવા માટે અરવલ્લી જિલ્લા કલેકટરને લેખિત દરખાસ્ત કરી હતી જેમાં 49 કરતા વધુ ઈસમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો વર્ષ 2019 માં અરવલ્લી જિલ્લા કલેકટર એમ નાગરાજ દ્વારા મેઘરજ ગ્રામ પંચાયત સહિત મેઘરજ વહીવટી તંત્રને નવાનગર વિસ્તારમાં રહેણાંક મકાન વિહોણા ઝુપડપટ્ટી માં રહેતા લોકોને સર્વે નંબર 210 જૂનો સર્વે નંબર 164અ પૈકીમાં ગામતળની જમીનમાં મફતમાં પ્લોટ ફાળવવા માટે મેઘરજ ગ્રામ પંચાયતની આદેશ કરવામાં આવ્યો હતો એ આદેશ મુજબ છ વર્ષ બાદ મેઘરજ ગામ પંચાયતના સરપંચ દ્વારા આ વિસ્તારના રહીશોને પોતાના મકાન અને ઝૂંપડાઓ ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આ સ્થાનિક રહીશોને મફત પ્લોટ ફાળવણી માટેની યાદી બતાવવામાં આવી હતી જેમાં ત્યાં વર્ષોથી રહેતા લોકોના નામ ન હોવાથી આ સ્થાનિક રહીશો સાથે છેતરપિંડી થઇ હોવાનુ અને મેઘરજ ગામ પંચાયત દ્વારા સ્થાનિક રહીશોના પ્લોટમાં ફેરફાર કર્યાના આક્ષેપ સાથે મેઘરજ ગ્રામ પંચાયત નવાનગરના સ્થાનિક રહીશોએ મેઘરજ ગ્રામ પંચાયત આગળ હોબાળો મચાવ્યો હતો ત્યારે મેઘરજ ગામ પંચાયતના તલાટીએ જે તે સ્થળે જ પ્લોટ ફાળવણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતું રોષે ભરાયેલ અરજદારો ના માનતા મેઘરજ ગામ પંચાયત દ્વારા જે તે સ્થળે જ પ્લોટ ફાળવણી કરવામાં આવશે તેવી લેખિત બોયધરીની માગણી કરી મેઘરજ તલાટીને લેખિતમાં અરજી આપી ઓસી કોપી પર સહી કરાવવી હતી અને મેઘરજ ગામ પંચાયત પાસે લેખિતમાં બોહેધરી માગણી કરી હતી.

Back to top button
error: Content is protected !!