NATIONAL

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ મુકેશ વસાવાએ સિલ્વર મેડલ મેળવી રચ્યો ઈતિહાસ”.

“દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’ (National Tribal Games)માં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ મુકેશ વસાવાએ સિલ્વર મેડલ મેળવી રચ્યો ઈતિહાસ”.

છત્તીસગઢનાં અમ્બિકાપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’ (National Tribal Games) યોજાયો હતો. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ મુકેશ વસાવાએ પોતાની અદ્વિતીય કુસ્તીકળાના જોરે સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન મેળવી ‘સિલ્વર મેડલ’ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો(.(ડૉ.) રણછોડ રથવીએ જણાવ્યુ હતુ કે, આ સ્પર્ધા રાષ્ટ્રીય સ્તરના દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’ (National Tribal Games) જનજાતીય મહાકુંભમાં કુસ્તી ક્ષેત્રે વિજયી બની મેડલ મેળવ્યો હોય તેવી ગુજરાત રાજ્યની આ સૌપ્રથમ ઐતિહાસિક સિદ્ધિ છે. મુકેશની આ અપ્રતિમ સફળતાએ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજયના ખેલ જગતનું ગૌરવ અને સન્માન રાષ્ટ્રીય ફલક પર વધાર્યું છે.

મુકેશ વસાવાની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધાર્યુ છે. મુકેશ વસાવાને આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ના ડિરેક્ટર પ્રો.(ડૉ.)રણછોડ રથવીએ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. મુકેશ વસાવાની આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક કુશ્તી કોચ શ્રીગૌતમભાઈ દેસાઈએ માર્ગદર્શન આપ્યુ હતું.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ના ડિરેક્ટર પ્રો.(ડૉ.)રણછોડ રથવીએ આ સફળતાને રાજયના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ગણાવી વિજેતા ખેલાડીના ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!