JUNAGADH CITY / TALUKO

જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠીયા દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જમીન માપણી, પેશકદમી, વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીએ જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જૂનાગઢના વિકાસને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે કામગીરી થઈ શકે તે માટે તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક ગીરપશ્ચિમ પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી તેમજ સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!