GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના સમૂહલગ્ન યોજાયા

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના સમૂહલગ્ન યોજાયા

 

 

સંતો મહંતો સહિત સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા આગામી ગોસ્વામી સમાજ ના બીજા સમૂહલગ્ન તા 23/02 ના રોજ યુવક મંડળ દ્વારા યોજાશે

શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની ટીમ દ્વારા ૧૪મો સમુહલગ્નોત્સવ મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં ૫ યુગલો લગ્નગ્રંથી થી જોડાયા હતા જેમાં કન્યાઓ ને કરીયાવર માં સોના ચાંદી ના દાગીના સહિત ૮૮ થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્ન માં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના ગોસ્વામી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનો એ પ્રવચનમાં તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો તેમજ મોંઘવારી માં ખોટા ખર્ચ કરવાને બદલે સમૂહલગ્ન માં જોડાવવા પર ભાર મુક્યો હતો તેમજ સમાજ ને વધુ ને વધુ સંગઠિત બનાવવા પર ભાર મુક્યો હતો રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન એ નવદંપતિઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહલગ્ન માં મહંત શીવશંકરગીરી,મહંત બલરાજગીરી સહિત સમાજ ના રસીકગીરી નવલગીરી દીનેશગીરી હીરાગીરી પ્રમુખ છાત્રલય રાજકોટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહલગ્ન ને સફળ બનાવવા ડો જયદીપપુરી રાજેશગીરી મહેન્દ્રનગર,અરવિંદવન,પ્રવિણગીરી સહિત સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા તા ૨૩/૦૨ એ છઠ્ઠા સમૂહલગ્ન યોજાશે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત છઠ્ઠા સમૂહલગ્ન આગામી તા ૨૩/૦૨ ને રવિવારે સવારે ૯ વાગ્યે સાઈબાગ ગ્રાઉન્ડ જનકલ્યાણનગર ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ સામાકાંઠે યોજાશે જેમાં સાત નવદંપતિઓ લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્ન ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી પૂર્વ પ્રમુખ અમિતગીરી ગુણવંતગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!