હાલોલના શાકમાર્કેટમાં અડચણરૂપ શેડ બનાવનારા દુકાનદારો સામે પોલીસ અને પાલિકાની કાર્યવાહી,અડચણરૂપ દબાણો દૂર કર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૬.૨૦૨૫
હાલોલ નગરના નવા શાક માર્કેટ માં આવેલી દુકાનનાં માલિકો દ્વારા દુકાનનો સામાન રોડ પર લાવી ધંધો કરતા તેમજ દુકાન પર ગેરકાયદેસર શેડ બનાવી ટ્રાફિક ને અડચણરૂપ થતા હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો હોવાને લઇ ઊઠેલી ફરિયાદોને લઈ હાલોલ ટાઉન પોલીસ તેમજ નગર પાલિકાની ટીમ હરકતમાં આવી નવા શાક માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનદર ધ્વારા ગેરકાયદેસર કરેલા દબાણો આજે ગુરુવારના રોજ દૂર કરવામાં આવ્યા હતા.જેને લઇ નગરમાં દરેક વિસ્તારમાં આવેલી દુકાનદારો ધ્વારા કરવામાં આવેલા દબાણો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.આજે પોલીસ તેમજ પાલિકા દ્વારા દુકાનદારો ધ્વારા પોતાની દુકાનોનું સામાન દુકાનની બહાર કાઢી દબાણો કરતા હોવાથી તંત્ર હરકત માં આવી તેવા દબાણો દૂર કરતા હોવાથી એક સમયે દુકાનદારોમાં છુપો રોષ જોવા મળ્યો હતો અને અંદરો અંદર બબડી રહ્યા હતા જે આવા દબાણો અને છાપરા ના શેડ આખા ગામમાં છે તો અમને જ કેમ આ દબાણો હટાવવાનો જણાવી રહ્યા છે જોકે તંત્ર ની સાથે પોલીસ હોવાથી દુકાનદારોએ પોતાનો કરેલા દબાણો દૂર કરી દીધા હતા જ્યારે કેટલાકના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.









