NATIONAL

શિક્ષક થયો પ્રેગ્નેન્ટ ! શિક્ષણ વિભાગે પુરુષ શિક્ષકને ‘પ્રેગ્નેન્ટ’ દર્શાવી દીધો !!!

શું તમે કોઈ પુરુષને ગર્ભવતી થતો જોયો કે સાંભળ્યો છે…? ચોંકી ગયા ને…? બિહાર શિક્ષણ વિભાગે એક પુરૂષ શિક્ષકને ‘પ્રેગ્નેન્ટ’ દર્શાવી દીધો. હકિકતમાં શિક્ષક પ્રેગ્નેન્ટ નહોતો, પરંતુ બિહાર શિક્ષણ બોર્ડની બેદરકારીએ તેને પ્રસૂતિ રજા પર મોકલી દીધો. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ બિહાર શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મજાક ઉડાવવામાં આવી રહી છે. જોકે, અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

આ વિચિત્ર ઘટના વૈશાલી જિલ્લાના હાજીપુરની છે. અહીં, મહુઆ બ્લોક વિસ્તારની હસનપુર ઓસાટી હાઈસ્કૂલમાં એક BPSC શિક્ષક જિતેન્દ્રકુમાર સિંહ પોસ્ટેડ છે. શિક્ષણ વિભાગે તેમને પ્રેગ્નન્ટ દર્શાવી રજા આપી હતી. આ પ્રસૂતિ રજા શિક્ષણ વિભાગના પોર્ટલ ઈ-શિક્ષા કોષ પર આપવામાં આવી હતી. તેણે આ રજા સત્તાવાર વેબસાઇટ પર પણ અપલોડ કરી છે.

વૈશાલી જિલ્લાના મહુઆ ખાતે શિક્ષણ વિભાગે એક પુરુષ શિક્ષકને પ્રસૂતિની રજા આપી હતી. મોટી વાત એ હતી કે તેઓ ઘણા દિવસો સુધી શાળામાં ગેરહાજર રહ્યા હતા. 2થી 10 ડિસેમ્બર સુધી ગેરહાજર શિક્ષકને મેટરનિટી લીવ અપાઈ હતી. શિક્ષા વિભાગના ઓનલાઇન પોર્ટલ પરથી આ માહિતી વાયરલ થઈ હતી. આ અંગે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

શિક્ષણ વિભાગ અને સત્તાવાર વેબસાઈટ પ્રમાણે શિક્ષક જિતેન્દ્ર પ્રેગ્નન્ટ છે અને રજા પર છે. શિક્ષણ વિભાગે જે રીતે એક સરકારી પુરૂષ શિક્ષકને મહિલાઓને અપાતી રજા મુજબ રજા આપી તેનાથી અન્ય શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારી શાળાના પુરૂષ શિક્ષકને મેટરનિટી લીવ આપવાના મામલે બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ કહ્યું કે, આ અનિયમિતતા ટેકનિકલ કારણોસર થઈ છે. જેન્ટ્સ શિક્ષકને આ રીતે રજા આપવામાં આવતી નથી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તે સુધારી લેવામાં આવશે. જો કે, આ ઘટનાએ શિક્ષણ વિભાગને બદનામ કર્યું છે અને હવે વિભાગ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત છે.

Back to top button
error: Content is protected !!