GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJRAT:યોગ અને પ્રાણાયામ થકી મેદસ્વિતા મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત

 

GUJRAT:યોગ અને પ્રાણાયામ થકી મેદસ્વિતા મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત

 

 

મેદસ્વિતા અને મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓ અટકાવવાનો સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ એટલે યોગ

નિયમિત જીવનશૈલીમાં યોગ, આસન, પ્રાણાયમ અને મુદ્દ્રાઓ બનાવશે આપણી તંદુરસ્તી નક્કર, સાથે મળી આપણે સૌ આપશું મેદસ્વિતાને ટક્કર

યોગ અને પ્રાણાયમ એ દરેક શારિરીક કે માનસિક સમસ્યાઓનું સમાધાન છે, આજના સમયે ચરબી અને મેદસ્વિતાનું પ્રમાણ ચિંતા ઉપજાવે તે રીતે વધી રહ્યુ છે ત્યારે તેના નિવારણ માટે યોગ આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે. આધુનિક યુગમાં શુષ્ક અને નિષ્ક્રિય જીવનશૈલી મેદસ્વિતાનું કારણ બની રહી છે. લોકોની જીવનશૈલીમાં આવેલ ઝડપી પરિવર્તન સરળતાથી ઉપલબ્ધ ઉચ્ચ કેલેરી વાળો ખોરાક, ઝંકફૂડ, ફાસ્ટ ફૂડ, શારીરિક શ્રમ અને વ્યાયામનો અભાવ, બાળકોમાં રમતગમતનો અભાવ ટીવી મોબાઇલ કોમ્પ્યુટર વગેરેના વધુ પડતા ઉપયોગના કારણે તો કેટલીક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે મેદસ્વિતાનું પ્રમાણ હાલ વધી રહ્યું છે. આ બાબતે ગુજરાત સરકારે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન થકી લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવી મેદસ્વિતા અને મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓ થી બચી શકે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મેદસ્વિતાને નિયંત્રણમાં લેવા અને તેને નિવારવા માટેનું રામબાણ ઈલાજ એટલે યોગ અને પ્રાણાયામ. જે અન્વયે સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને પ્રાણાયામ થકી મેદસિતાનું કેવી રીતે નિવારણ લાવી શકાય તે માટે કોમન યોગ પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યો છે.

ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં યોગ અને પ્રાણાયામની ભૂમિકા વિશે વાત કરતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ મોરબીમાં યોગ ક્લાસ ઇન્સ્પેક્શનની જવાબદારી સંભાળતા શ્રી વાલજીભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં જોઈએ તો મેદસ્વિતાનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે. એમાંય ખાસ કરીને બાળકોમાં અનિયમિત ખાનપાન, ફાસ્ટ ફૂડ સહિતના કારણોથી બાળકોમાં ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે અને તે અન્ય બીમારીઓને પણ નોતરે છે. ચરબી વધવાને કારણે લીવર અને કીડની પર પ્રેશર વધતું હોય છે. ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે પણ ઘણીવાર મેદસ્વિતા કારણભૂત બને છે.

મેદસ્વિતા અને મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓ અટકાવવા યોગ એ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ છે અને તેની વિશેષતા એ છે કે તે આડઅસ રહિત છે. નાના બાળકોથી લઈ વડીલો સુધીના નાની મોટી યોગિક ક્રિયાઓ કરી મેદસ્વિતા અટકાવી ફરીથી તંદુરસ્ત જીવનશૈલીથી જીવન જીવી શકીએ છીએ.

ગુજરાત સરકારે દ્વારા રચિત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ શિબીરોના માધ્યમથી સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિવિધ યોગ અભ્યાસો કરાવવામાં આવી રહ્યા છે. આ અભ્યાસમાં સૂક્ષ્મ ક્રિયાઓ, સાદી કસરતો, શ્વસન ક્રિયાઓ, પ્રાણાયામ, વિવિધ આસનો અને વિવિધ મુદ્રાઓ અને હકારાત્મક ઉર્જા માટે ધ્યાન સહિતનો અભ્યાસ કરાવવામાં આવે છે. આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રીતે જીવનશૈલી અને મેદસ્વિતા નિવારણ માટે રોજિંદા જીવનમાં યોગ અપનાવવું વધુને વધુ અસરકારક અને ફળદાયી નીવડે છે.

વધુમાં તેમણે યોગ નિદર્શને થકી કટિચક્રાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, ભૂજંગાસન, ઉત્તાનપાદાસન, અર્ધ મત્યેન્દ્રાસન, મંડુકાસન, ઉર્ધ્વહસ્તોત્તાસન, શશાંકાસન, અર્ધ હલાસન જેવા આસન તથા સૂર્યમુદ્રા સહિત મેદસ્વિતા નિવારવા માટેના જરૂરી યોગ અને પ્રાણાયામ પ્રત્યક્ષ કરીને તે યોગ કરવાની વિધિ અને ફાયદાઓ અંગે માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!