Rajkot: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમા તા.૩૧ જાન્યુઆરી સુધીમા પ્રવેશ મેળવી શકાશે
તા.૨૪/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સર્ટિફિકેટ, પી.જી. ડિપ્લોમા, ડિપ્લોમા, સ્નાતક અને માસ્ટર ડિગ્રીના કાર્યક્રમો છે કાર્યરત
Rajkot: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના જાન્યુઆરી ૨૦૨૫ ના સત્રમાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયાનો આરંભ થથો છે.
તાજેતરમાં ઈગ્નૂએ એનઆઈઆરએફ રેંકિંગમાં ઓપન યુનિવર્સિટી કેટેગરીમાં નં.૧ નું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. રાજકોટ ક્ષેત્રીય નિદેશક ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, સર્ટિફિકેટ, પી.જી. ડિપ્લોમા, ડિપ્લોમા, સ્નાતક અને માસ્ટર ડિગ્રીના તમામ કાર્યક્રમોમાં ઓનલાઇન એડમિશન તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી લઈ શકાશે. શૈક્ષણિક કાર્યક્રમો અંગેની તમામ વિગત (પ્રવેશ લાયકાત, ફી, કોર્સેસ, અભ્યાસ પદ્ધતિ, અભ્યાસ માટે અપાતી સવલતો વગેરે અને એડમિશન માટેની લિંક સમર્થ પોર્ટલ https://ignouadmission.samarth.edu.in/ તેમજ વેબસાઈટ www.ignou.ac.in પર ઉપલબ્ધ છે. ઈગ્નૂના કાર્યક્રમો યુજીસી અને અન્ય સંબંધિત પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
એસસી/એસટીના વિદ્યાર્થીઓ માટે ફી માફીની યોજના છે તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શિષ્યવૃત્તિ યોજનાનો સંબંધિત વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ દ્વારા લાભ લઈ શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વસતા પ્રવેશ ઇચ્છુકો વધુ માહિતી માટે ઈગ્નૂ ક્ષેત્રીય કેન્દ્ર રાજકોટ કણકોટ મુખ્ય માર્ગની મુલાકાત લઇ શકે છે. મો. નંબર ૯૪૨૬૬૦૦૬૭૧ પર સંપર્ક કરી શકે છે અથવા rcrajkot@ignou.ac.in પર ઈ-મેલ કરી શકે છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય તે વિદ્યાર્થીઓ રીજીઓનલ સેન્ટર રાજકોટની મદદ લઈ શકે છે.