NATIONAL

સરકારે એકઝાટકે 20 વર્ષ જૂના વાહનોની નોંધણીમાં ફીમાં બેગણો વધારો કર્યો

દેશમાં હવે 20 વર્ષથી જૂની ગાડીઓનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરવાનો મોંઘું થઈ ગયું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર વધારો કરતો નવો આદેશ જારી કર્યો છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, લોકો સ્વેચ્છાએ તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરે અને રસ્તા પર પ્રદૂષિત વાહનોની સંખ્યા ઘટાડે. નવા નિયમો હેઠળ, હવે લાઇટ મોટર વ્હીકલથી લઈને આયાતી વાહનો સુધી નોંધણી રિન્યુઅલ પર મોટી રકમ ચૂકવવી પડશે.

20 વર્ષ જૂના લાઇટ મોટર વ્હીકલ (LMV)ના રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફી હવે 5000 રૂપિયાથી વધારીને 10 હજાર કરી દીધી છે. આવી જ રીતે, ટુ-વ્હીલર વાહનો માટે રિન્યુઅલ ફી 1000 રૂપિયાથી વધારીને રૂ. 2000 અને થ્રી-વ્હીલર વાહનો અને ક્વાડ્રિસાઇકલ માટે આ ફી 3500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે.

હવે, આયાતી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના રજિસ્ટ્રેશન રિન્યુઅલ પર 20 હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે ફોર-વ્હીલર અથવા મોટા આયાતી વાહનો પર 80 હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. આ નિર્ણય હેઠળ, સરકારે ફેબ્રુઆરી-2025માં સુધારાનો મુસદ્દો જાહેર કર્યો હતો, જેને 21 ઓગસ્ટ 2025ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!