બુરી આત્મા ભગાડવા ઢોંગી તાંત્રિકે સગીરા સાથે 11 વાર દુષ્કર્મ આચર્યું !!!
પોલીસે તાબડતોબ હવસખોર તાંત્રિકને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મુંબઈમાં એક હવસખોર તાંત્રિકનો મોટો કાંડ સામે આવ્યો છે. આ ઢોંગી તાંત્રિકે મંત્ર-તંત્રના ઓથા હેઠળ એક સગીરા સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. ઢાંગી તાંત્રિકે ભૂત-પ્રેત ઉતારવાને બહાને હોટલ લઈ જઈને 17 વર્ષની સગીરા સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ છોકરીને ડરાવવા માટે ખોટો દાવો કર્યો હતો કે તેના શરીરમાં ચાર રાક્ષસો છે, જે તેના ભાવિ પતિને મારી શકે છે અને તેને માતા બનતા રોકી શકે છે. તેણે છોકરીને ધમકી આપી હતી કે તે આ વાત કોઈને ન કહે, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
હવસખોર તાંત્રિકે સગીરાને ફસાવવા માટે એક જાળ પાથરી હતી. આ ઢોંગી તાંત્રિકે એવું કહ્યું કે તારા શરીરમાં કેટલીક બુરી આત્માઓ છે જેને ભગાડવા માટે એક સંભોગ વિધિ કરવી પડશે. સગીરા હવસખોર તાંત્રિકની વાતોમાં આવી ગઈ અને તેણે તાંત્રિકે કહ્યું તેવું કર્યું હતું.
સગીરાને ફસાયેલી જોઈને તાંત્રિકે ગેલમાં આવી ગયો અને તેણે વિરારના રાજોડી બીચ પાસેના એક લોજમાં રૂમ બુક કરાવ્યો હતો અને 30 જુલાઈના રોજ ત્યાં પીડિતા પર ત્રણ વખત જાતીય હુમલો કર્યો હતો.
આ ઘટના પછી, પીડિતાએ તેના એક મિત્રને આ વાત કહી, જેણે તેને સમજાવ્યું કે આ બધું છેતરપિંડી છે અને તેણે તેના પરિવારને કહેવું જોઈએ. મિત્રએ પીડિતાના માતાપિતાને પણ આ અંગે જાણ કરી. આ પછી, પીડિતાના પિતાએ શુક્રવારે વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરીયાદને આધારે પોલીસે હવસખોર ઢોંગી તાંત્રિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
17 વર્ષની પીડિતા માનસિક બીમારીથી પીડાતી હતી અને માતાપિતા સાથે વિરારમાં રહે છે. છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હોવાનું કહેવાય છે, અને તેના પરિવારનું માનવું હતું કે તેને ભૂત વળગેલું છે. પીડિતાના એક મિત્રએ તેણીને આરોપી સાથે પરિચય કરાવ્યો. તેણી પહેલી વાર જુલાઈમાં આરોપીને મળી હતી અને ત્યાર બાદ આરોપીઓ તેની સાથે આ મોટો કાંડ કર્યો હતો.




