NATIONALSPORTS

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન

મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને આજે(3 નવેમ્બર) ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવ્યા હતા. ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાની 52 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતની મહિલા ટીમ ચેમ્પિયન બની ગઈ છે.

મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની ખેલાડી રિચા ઘોષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં 12 છગ્ગા ફટકારીને વર્લ્ડ કપના સિંગલ એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના 12 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. નોંધનીય છે કે, અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટીન (Deandra Dottin) વર્ષ 2013માં 12 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ સર્જ્યો હતો.
મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક શાનદાર રેકોર્ડ પોતાના નામ કર્યું છે. હરમનપ્રીત મહિલા વનડે વર્લ્ડ કપની નોકઆઉટ્સમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. હરમનપ્રીતે 4 ઇનિંગમાં 331 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ આ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કના નામે હતું, જેણે 6 ઇનિંગમાં 330 રન બનાવ્યા હતા.
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ના ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિ મહિલા ODI વર્લ્ડ કપના એક જ એડિશનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. સ્મૃતિએ આ વર્લ્ડ કપમાં કુલ નવ ઇનિંગમાં 434 રન બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે.

Back to top button
error: Content is protected !!