ભ્રષ્ટાચારના મામલે પુરુષોને પણ પાછળ છોડતા લેડી પોલીસ ઈન્સપેક્ટરે લાંચમાં એવું માંગ્યું કે લોકો ચોંકી ગયા !!!

લાંચમાં પૈસા માગવાનું તો સમજી શકાય પરંતુ હોદ્દા પર બેઠેલી કોઈ મહિલા જ્યારે લાંચ તરીકે બ્રા અને પેન્ટી માગે તો કેવી નવાઈ લાગે? લાંચમાં પૈસા કે બીજી વસ્તુ નહીં પરંતુ અંડરગારમેન્ટ માગતી એક મહિલા પોલીસની કહાની સામે આવી છે, આ મહિલા પોલીસ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ પોલીસમાં મહત્વનો ગણાતા ઈન્સપેક્ટરના હોદ્દા પર બિરાજમાન થયેલી છે. પશ્ચિમ ચંપારણના બેતિયા પોલીસના મહિલા ઇન્સ્પેક્ટર પ્રીતિ કુમારી હાલ ચર્ચાની ચગદોળે ચઢી છે. પ્રીતિ કુમારીએ ભ્રષ્ટાચારના મામલે પુરુષોને પણ પાછળ પાડ્યાં છે.
હવે પ્રીતિ કુમારીનો એક ઓડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોથી બેતિયા પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. હકીકતમાં વાયરલ ઓડિયોમાં પ્રીતિ કુમારી દલાલ કે વચેટીયા પાસેથી પેન્ટી અને બ્રાની માંગણી કરી હતી. એટલું જ નહીં, તે (આરોપી મહિલા ઇન્સ્પેક્ટર) બ્રોકર અર્જુન સોનીનેસ્વાદિષ્ટ મટન ખવડાવવા માટે કહી રહી છે. જવાબમાં અર્જુન સોની એવું કહેતો સાંભળી શકાય છે કે તમને ટૂંક સમયમાં બ્રા અને પેન્ટી પહોંચતી કરી દેવામાં આવશે અને મટન પણ ખવડાવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પટનાની વિજિલન્સ ટીમે 21 ઓગસ્ટના દિવસે બ્રોકર અર્જુન સોની સાથે આ મહિલા ઇન્સ્પેક્ટરની 12 હજારની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી.
હકીકતમાં લેડી ઈન્સપેક્ટરને એલસીબીની બીક લાગી હતી તેને થતું હતું કે જો હવે રોકડમાં લાંચ માગશે તો તેની ધરપકડની આશંકા રહે છે તેથી તેણે બીજું કંઈ ન માગતા બ્રા-પેન્ટી લઈ આવવાનું કહ્યું હતું.


