IDARSABARKANTHA

108 એમ્બ્યુલન્સ દ્વારા ઇડરના બોલુન્દ્રા (સોનગરા)ની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરાઈ

108 એમ્બ્યુલન્સ દ્વારા ઇડરના બોલુન્દ્રા (સોનગરા)ની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરાઈ
**
સાબરકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇડરના બોલુન્દ્રા (સોનગરા) મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
વિગત કંઈક એવી છે કે ઇડર તાલુકાના બોલુન્દ્રા (સોનગરા) કુવા ઉપર રહેતા નિશાબેન કાળુભાઇ ગમારને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવારની જરૂર હતી. આથી તેમને 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક સાધ્યો હતો. 108માં ઇ એમ ટી પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરીયા એમના ખેતરે પહોંચીને તપાસ કરતા ડીલેવરીનો દુખાવો વધારે હોવાથી સ્થળ પર જ ડીલેવરી કરાવાની ફરજ પડી હતી. એમ્બ્યુલન્સમાં પૂરતી સામગ્રી અને ERCP ડોક્ટરની સલાહ મુજબ માતાની ડીલેવરી ખેતરમાં જ કરાવી હતી. ત્યાં સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ જશવંતગઢ ખાતે પહોંચાડતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સની સેવાનો આભાર માન્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!