હવામાન વિભાગ દ્વારા ફરી એકવખત ખતરનાક આગાહી કરવામાં આવી

દેશભરમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવખત ખતરનાક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા દિવસોમાં પૂર્વી રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. એ ઉપરાંત બિહાર, ગંગીયા પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMDના રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. સાથે સાથે હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી-ચંડીગઢ, તટીય આંધ્ર પ્રદેશ, સોરાષ્ટ્ર-કચ્છ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકેલમાં પણ ઝાપટાં પડશે એવી સંભાવના છે.
મોસમ વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ 24 થી 26 ઑગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. 24 અને 25 તારીખે અલગ-અલગ વિસ્તારોમાં મોસમની અસર વધુ જોવા મળશે.
આવતા 24 કલાક માટે મોસમ વિભાગે શિવપુરિ, રાજગઢ, આગર, મંધસોર, નીમચ અને ગુના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે શાજાપુર, અશોકનગર, મોરેના, અલીરાજપુર, ઝાબુઆ, ધાર, રતલામ અને ઉજ્જૈન જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ ચોમેર જોવા મળશે અને નદી-નાળા ભરાવાની શક્યતા છે. મોસમ વિભાગે લોકોને ચેતવણી આપી છે કે સાવચેતી રાખે અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે.




