NATIONAL

દહેજની માગ ન કરવામાં આવે તો પણ, આ કલમ હેઠળ કેસ દાખલ કરી શકાય: સુપ્રીમ કોર્ટ

મોટાભાગના લોકો એવું માને છે કે સેકશન 498A માત્ર દહેજની માંગણી પર જ લાગુ પડે છે. જો સાસરિયાંવાળા દહેજની માંગણી નથી કરતાં તો તેમના પર કોઈ એક્શન લેવાઈ શકાતા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું છે કે સેકશન 498A નો ઉદેશ્ય ઘરેલુ હિંસા અને અત્યાચાર સામે બચાવવાનો પણ છે. આ કાયદો દહેજ માટે ત્રાસ સહન કરતી મહિલાઓ માટે ખાસ બનાવાયો છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વારાલે એક કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કલમ 498A નો મુખ્ય હેતુ હિંસાને રોકવાનો છે. તે ફક્ત દહેજના લીધે થતી હિંસાના કેસ માટે નથી. બેન્ચે કહ્યું કે જો સાસરિયાઓ દહેજની માંગણી ન કરતા હોય પરંતુ મહિલાને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. 12 ડિસેમ્બર 2014 ના રોજ બહાર પાડેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ‘આ કલમ હેઠળ ક્રૂરતાને દર્શાવવા માટે દહેજની માંગણી જરૂરી નથી.’ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના આદેશને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં 498A હેઠળની કાર્યવાહી રદ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તે આદેશને જ રદબાતલ કર્યો છે.

એ.ટી. રાવ પર તેની પત્નીને માર મારવાનો આરોપ હતો. ઉપરાંત રાવે તેની પત્નીને તેના સાસરિયાના ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્નીએ કહ્યું કે તેણે ઘણી વાર તેના સાસરિયાને ત્યાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને અંદર જવા દેવામાં આવી નહીં. આ પછી પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી અને અને તપાસ બાદ રાવ અને તેની માતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. રાવ અને તેની માતાએ આ કેસ સામે હાઇકોર્ટમાં અરજી કરી જ્યાં કેસ રદ કરવામાં આવ્યો. ત્યારબાદ તેની પત્નીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે ત્યારે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાવ અને તેની માતાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે કલમ 498A હેઠળ તેમની સામે કેસ કરી શકાય નહીં કારણ કે તેમણે ન તો દહેજની માંગણી કરી હતી કે ન તો તેના માટે તેને હેરાન કરી હતી. આ અરજી હાઇકોર્ટે સ્વીકારી લીધી હતી.

Back to top button
error: Content is protected !!