GUJARATMODASA

મોડાસા GIDC ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાંથી શંકાસ્પદ તેલના ડબા જીપડાલામાં ભરી સગેવગે કરાયા!! તપાસમાં ઢીલાશ કેમ?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા GIDC ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાંથી શંકાસ્પદ તેલના ડબા જીપડાલામાં ભરી સગેવગે કરાયા!! તપાસમાં ઢીલાશ કેમ?

મોડાસા માર્કેટયાર્ડની દુકાનોમાં મધુમતી સોયાબીન તેંલના ડબામાં ઘટ હોવાની ગ્રાહકોની ફરિયાદને લઈ અરવલ્લી જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી દ્વારા મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી છે.તેલના ડબા દીઠ 300 ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું તપાસ માં ખુલ્યું હતું.આ તેલના ડબા મોડાસા GIDC ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં વેપારીઓ વેચાણ માટે લાવતા હતા.દુકાનોમાં તપાસ બાદ 6 કલાક જેટલો સમય વીતવા છતાં તોલમાપ અને પુરવઠા વિભાગની ટીમ ફેક્ટરીમાં પહોંચી ન હતી.ફેક્ટરી માંથી શંકાસ્પદ તેલના ડબા જીપડાલામાં ભરી સગેવગે કરી દેવામાં નો ટાઈમ આપ્યો કે શું !! તપાસમાં ઢીલાશ કેમ? જેવા સવાલો ઉઠ્યા હતા.

Back to top button
error: Content is protected !!