
તા. ૧૦. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત બોરસદ ગામે લઘુ શિબિર યોજાઈ
આજરોજ સબ સેન્ટર ચાકલીયા -5 બોરસદ ગામે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કુટુંબ કલ્યાણ ની વિવિધ પદ્ધતિઓ કાયમી પધ્ધતિ,બીન કાયમી પધ્ધતિ આંકડી,ઓરલપીલ્સ, નિરોધ,અંતરા,છાયા, તેમજ કાયમી પધ્ધતિ ,સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી ,તથા કુટુંબ કલ્યાણના લેપ્ટોસ્કોપી ઓપરેશન તથા તેમને મળતા આર્થિક લાભો વિશે તેમજ દીકરી યોજના અન્વયે માર્ગદર્શન આપવામા આવ્યું હાલમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળા વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા




