નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 14 જૂન, 2025ના દિવસે NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પહેલો ક્રમ મેળવ્યો છે અને ઈન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે.
નીટ યુજી 2025ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી જૂન, 2025ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોએ 5 જૂન સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી,. ફાઇનલ આન્સર કી 14 જૂને દાખલ કરવામાં આવી હતી.
નીટ 2025ની પરીક્ષાનું આયોજન 4 મે, 2025ના દિવસે દેશભરમાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર સિંગલ શિફ્ટમાં બપોરે 2 વાગ્યાથે સાંજ 5 વાગ્યા સુધી લેવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષામાં ત્રણ સેક્શન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રિ સેક્શનમાંથી 45-45 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જોકે બાયોલોજી સેક્શનમાંથી 90 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોને કુલ 180 અનિવાર્ય પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા, જેનો કુલ અંક 720 છે. નીટ 2025 પરીક્ષમાં વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા પર 4 માર્ક્સ આપવામાં આવે છે અને કોઈપણ ખોટા જવાબ આપવા પર 1 માર્ક નેગેટિવ માર્કિંગના રૂપે કાપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્દોર કેન્દ્રો પર NEET UF પરીક્ષા આપનારા 75 ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, 4 મેના દિવસે તોફાન અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમનું પેપર બગડ્યું હતું. આ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં 9 જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, NTA આ 75 ઉમેદવારો સિવાયના પરિણામ જાહેર કરી શકે છે.
ટૉપ 10 લિસ્ટ
- રેન્ક 1: મહેશ કુમાર, 99.9999547 પર્સન્ટાઇલ, રાજસ્થાન
- રેન્ક 2: ઉત્કર્ષ અવધિયા, 99.9999095 પર્સન્ટાઈલ, મધ્ય પ્રદેશ
- રેન્ક 3: કૃષાંગ જોશી, 99.9998189 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર
- રેન્ક 4: મૃણાલ કિશોર ઝા, 99.9998189 પર્સન્ટાઈલ, દિલ્હી
- રેન્ક 5: અવિકા અગ્રવાલ, 99.9996832 પર્સન્ટાઈલ, દિલ્હી
- રેન્ક 6: જેનીલ વિનોદભાઈ ભાયાણી, 99.9996832 પર્સન્ટાઈલ, ગુજરાત
- રેન્ક 7: કેશવ મિત્તલ, 99.9996832 પર્સન્ટાઈલ, પંજાબ
- રેન્ક 8: ઝા ભવ્ય ચિરાગ, 99.9996379 પર્સન્ટાઈલ, અમદાવાદ, ગુજરાત
- રેન્ક 9: હર્ષ કેદાવત, 99.9995474 પર્સેન્ટાઇલ, દિલ્હી
- રેન્ક 10: આરવ અગ્રવાલ, 99.9995474 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર




