ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર …
સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળવવા સામે વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સાથે ગ્રામ જનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કાર્યવાહી ની માંગ કરી હતી…..
જિલ્લા કલેક્ટર ને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે, જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે. તા. ૦૯/૦૫/૨૦૨૫ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામસભા તરીકે ખપાવી. આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો ને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા. બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાહતના ખૂણે ખાંચે યોજાઈ, અને તેમાં ફક્ત રામજન્મ ભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ. ગામના મહત્ત્વના મુદ્દાઓ જેમ કે ગોચરની જમીનની ચર્ચા ગામલોકો સમક્ષ થઈ નહીં. ગેરહાજર લોકોની ખોટી સહીઓ કરીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા. સરપંચ, તલાટી અને સભ્યો જાહેર હિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખેલ છે જેમાં ખાનગી એકમને ફાયદો પહોચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી છે. . પરંતુ આથી ગામના લોકોને કોઈ જ ચોક્કસ લાભ થવાનો નથી.ઈન્દોર ગામથી વેલુગામનું અંતર 5 થી 7 કિલોમીટર જવવા આવવા 10 થી 14 કિમી નું દૂરનું અંતર થઈ જાય.પશુઓને ચારણ માટે દૂરની જમીને (જગ્યાએ)લઈ જવા-લાવવામાં અત્યંત અગવડરૂપ છે, ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે આટલા કીલોમીટર પશુઓ અને પોતે ચાલતા જવું એ શક્ય, સંભવ નથી અને અવ્યવહારુ છે.
આ ગેરરીતિઓ અને RTIના પુરાવાઓના આધારે, ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૧૭૯ અને ૧૮૦ હેઠળ સરપંચ અને સંબંધિત સભ્યોની ગેરવર્તણૂકની તપાસ કરીને તેમનું તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે તેમજ જવાબદારો સામે જરૂરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.