NATIONAL

શરમ પણ શરમાઈ જાય તેવી ઘટના ! યુવકે પોતાની 65 વર્ષની દાદી પર ઘરમાં ઘૂસી દુષ્કર્મ ગુજાર્યો.

શરમ પણ શરમાઈ જાય તેવી ઘટના! જ્યાં લોહીના સંબંધો પર વિશ્વાસ રાખવામાં આવે છે, ત્યાં એક પૌત્રે પોતાની જ દાદી સાથે એવા પાપની હદ પાર કરી કે માનવતા પણ રડી ઊઠે. હિમાચલના શિમલા જિલ્લામાંથી આવે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 25 વર્ષના યુવકે પોતાની 65 વર્ષની દાદી પર ઘરમાં ઘૂસી દુષ્કર્મ ગુજાર્યો. પરિવારના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટના ખરેખર અવિશ્વસનીય છે.

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહરુ વિસ્તારમાંથી આ શરમજનક અને હૃદય કંપાવી નાખતી ઘટના સામે આવી છે. રોહરુના ચિદગાંવ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જંગલા સબ-તહેસીલના લિંબડા ગામમાં 65 વર્ષીય વૃદ્ધા પર તેના જ પૌત્ર દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 9 જુલાઈના રોજ બપોરે અંદાજે 1:30 વાગ્યે વૃદ્ધા ઘરમાં એકલી હતી, ત્યારે આરોપી દીપક કુમાર, જે મહિલાનો પૌત્ર છે, તેણે ઘરમાં ઘૂસી જબરદસ્તી દુષ્કર્મ ગુજાર્યું. પોલીસ ફરિયાદ અનુસાર સામે આવ્યું છે કે આરોપી 25 વર્ષનો છે. વૃદ્ધા તેમના પતિના અવસાન પછી ગામમાં એકલી રહે છે અને તેનો જ ફાયદો ઉઠાવી આ ક્રૂર ઘટના અંજામ આપી.

આરોપી પહેલાંથી જ આ યોજના સાથે ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલાને એકલી જોઈ તેની ઇજ્જત લૂંટી લીધી હતી. દુષ્કર્મ બાદ જ્યારે મહિલાએ પોતાની વ્યથા પાડોશીઓને જણાવવાનું નક્કી કર્યું, ત્યારે દીપકે તેને જીવથી મારી નાખવાની ખૂનઘાણી ધમકી આપી અને ચુપ રહેવા મજબૂર કરી દીધી.

આખરે આ ઘટનાને લઈ મહિલાએ હિંમત કરીને ચિદગાંવ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસએ તરત જ આરોપી વિરુદ્ધ IPC કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. DSP તથા SDPOએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આરોપી યુવકે પોતે પોતાના જ લોહીના સંબંધોને શરમાવ્યા છે. તેમણે જણાવ્યું કે મહિલાની તબીબી તપાસ પણ કરાવવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકો આ દુષ્કૃત્યની ભરપૂર નિંદા કરી રહ્યા છે. પૌત્ર દ્વારા દાદી સાથે દુષ્કર્મ જેવી હરકત કરવી માત્ર કાયદા માટે નહીં પરંતુ સમાજ માટે પણ ગંભીર ચિંતા છે. જ્યાં એક તરફ પરિવારમાં પૌત્ર અને દાદીનું પવિત્ર સંબંધ હોય છે ત્યાં આવી ઘટના સમગ્ર સમાજને હચમચાવી દે છે. લોકોમાં આ કેસને લઈને ભારે ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોકોને હવે ન્યાયની આશા છે.

Back to top button
error: Content is protected !!