
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા,માલપુર સહિત જિલ્લાના મામલતદાર વિભાગના આધાર કેન્દ્રોમાં આધારકાર્ડની કામગીરી બંધ છે ના પોસ્ટરો લાગ્યા
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી 11લાખની વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર-ટુ-ડોર સર્વે અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન, e-KYC, બેંક ખાતા આધાર સાથે લીંક કરવા અને PMAY, PM-Kisan, MGNREGA, માતૃવંદના, ICDS જેવી યોજનાઓના લાભ પાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવાના અભિયાનનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાનને લોકો આવકારી રહ્યા છે,પરંતુ મોડાસા,માલપુર સહિત જિલ્લાના મામલતદાર વિભાગના આધાર કેન્દ્રોમાં બહાર આધારકાર્ડની કામગીરી બંધ છે ના પોસ્ટરો લાગતા અજરજદારો ને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.આ પોસ્ટર લાગવા પાછળનું કારણ આધાર ઓપરેટરો નો છેલ્લા ૯ થી ૧૦ મહિનાનો પગાર બાકી હોવાથી આધારકાર્ડની કામગીરી બંધ છે.જ્યારે પગાર કરવામાં આવશે ત્યારે આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવતા સવાલો ઉઠ્યા છે.





