હાલોલ: કલરવ સ્કૂલ ખાતે રોટરી ક્લબ હાલોલ તથા આદિકયુરા સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મેગા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૧૨.૨૦૨૪
સેવા યાત્રાના માર્ગ ઉપર વધુ એક માઈલસ્ટોન અંકિત કરતા આજરોજ રવિવાર તારીખ 29 ડિસેમ્બર 2024 ના રોજ કલરવ સ્કૂલ હાલોલ ખાતે રોટરી ક્લબ હાલોલ તથા આદિકયુરા સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સંયુક્ત પણે આયોજિત મેગા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડોદરાની જાણીતી જેતલપુર રોડ પર આવેલ આદિકયુરા સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના જાણીતા અનુભવી ડોક્ટર્સ જેમાં નસોના ડોક્ટર ,હાડકાના ડોક્ટર ,લેપ્રોસ્કોપી તથા ગેસ્ટ્રો સર્જન ,પેટ તથા આંતરડાના ડોક્ટર ,આંખના ડોક્ટર ,ફેફસા, મગજ તથા મણકા તેમજ કિડનીના અનુભવી ડોક્ટર્સે પોતાની સેવા આપી હતી.આ કેમ્પમાં હાલોલ તથા તેની આસપાસના અંદાજે 168 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પનાં સ્થળે હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ પણ હાજર હતી તેમજ કલરવ સ્કૂલ દ્વારા સંપૂર્ણ સગવડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું હતું.રોટરી કલબ તરફે ક્લબના પ્રમુખ હાર્દિક જોશીપુરા ,ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રદીપ પરીખ , ક્લબના અન્ય સભ્યો ડોક્ટર સંજય પટેલ, વિપુલભાઈ રાણા તથા ચૈતન્ય પંચાલ હાજર રહેલા હતા.રોટરી ક્લબ નાં હોદ્દેદારો સાથે ની વાતચીત થી ક્લબ ની આગામી પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યા મુજબ જાન્યુઆરી માસ માં ગાય માતાઓ ને ફ્રુટ્સ તેમજ ગોરજ મુનિ આશ્રમ ખાતે માનસિક તકલીફ વાળી દીકરીઓ ને ભોજન વી વી આયોજન છે.