અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા નગરની સરસ્વતી નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ભારે ચકચાર : સ્વાદિષ્ટ નમકીન ખાતા પેલા ચેતજો
સરસ્વતી નમકીનના પેકેટ પર સ્વાદ ઈસકા લાજવાબ લખ્યું હતું ને અંદરથી નીકળી મરેલી ગરોળી,મહિલા ચોંકી ઉઠી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર નિંદ્રાધીન..!! ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોટલના ફૂડ અને નમકીનના પેકેટમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ સતત બહાર આવતા લોકો હવે બહારનું ખાતા પહેલાં વિચારમાં મૂકાઈ રહ્યા છે અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરની સરસ્વતી નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ભારે ચકચાર મચી છે સરસ્વતી નમકીનની ઘોર બેદરકારી સામે આવતા ભિલોડા પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી સરસ્વતી નમકીન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે ભિલોડામાં રહેતા ઝમકુંબેન મસ્તાનભાઈ નટ નામની મહિલા તેમના બાળકોને ભૂખ લાગતા સહકારી જીનમાં આવેલ સરસ્વતી નમકીનના મિક્ષ ચવાણાનું પેકેટ લઇ આવી હતી નમકીનનું પેકેટ નાસ્તા માટે પ્લેટમાં ઠાલવતા મહિલા ચવાણામાં મૃત ગરોળી જોવા મળતા ગભરાઈ ગઈ હતી સરસ્વતી નમકીનના ચવાણા માંથી મૃત ગરોળી નીકળી હોવાનો મહિલાએ આક્ષેપ કરતા સરસ્વતી નમકીનની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મહિલા ગ્રાહકે સરસ્વતી નમકીન કંપનીની બેદરકારી સામે રોષ પૂર્વક જણાવ્યું હતું કે બાળકોને નમકીન ખાધી હોત અને કઈ થઈ ગયું હોતતો જવાબદારી કોની..?? સરસ્વતી નમકીન સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે