GUJARATHALOLPANCHMAHAL

હાલોલ વિઠ્ઠલફળિયા પાસે શ્રાવણીયા જુગાર પર ટાઉન પોલીસના દરોડા,7 ખેલીઓ ઝડપાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૮.૨૦૨૪

હાલોલ ટાઉન પોલીસે હાલોલ વિઠ્ઠલ ફળિયા ખાતેથી પાણા પત્તાનો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી આરોપીઓ સામે જુગારધારા નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલનાં વિઠ્ઠલ ફળિયા વિસ્તારની ખુલ્લી જગ્યામા સ્ટ્રીટ લાઇટ ના અજવાળે કેટલાક ઇસમો પાણા પત્તાનો પૈસાની હાર જીતનો જુગાર રમતા હોવાની પાક્કી બાતમી હાલોલ ટાઉન પોલીસ ના પી.એસ.આઈ એમ.એલ.ગોહિલ ને મળતા તેઓ પોલીસ ટીમ સાથે બાતમી વાળી જગ્યા ઉપર છાપો મારતા કેટલા ઇસમો ટોળું વળી પૈસાની હારજીત નો પાના પત્તાનો જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે ઘેરો કરતા જુગાર રમતા સાત જુગારીઓ જેમાં પુનાભાઈ ઉર્ફે પૂનીયો જીવાભાઈ ચારણ,જોગીરાજ ગોકળભાઇ ગઢવી,ગીરીશકુમાર જાલમભાઈ સોલંકી, ધર્મેશકુમાર નરેશભાઈ, અનિકેતભાઈ સંજયભાઈ, વયરાજભાઈ રમેશભાઈ ભરવાડ તેમજ જયેશભાઈ રણછોડભાઈ ભરવાડ નાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા તેઓની અંગ જડતી કરતા અને દાવ ઉપર લગાવેલા રૂ.14750/- મળી આવ્યા હતા. પોલીસે 7 આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!