
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર
મહેસાણા જિલ્લામાં આવેલ વડનગર બી.એન હાઈસ્કૂલ થી રેલવે સ્ટેશન, ટાવર બજાર, પ્રેરણા સ્કૂલ સુધી વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૨૩ આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ એ પ્રતિષ્ઠિત સ્થળો છે, જે શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન તેમના વિઝન અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે, તેમણે લોન્ચ કરેલા કે ઉદ્ઘાટન કરેલા નોંધપાત્ર પ્રોજેક્ટ્સની ઝાંખી કરાવે છે. પ્રવાસન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, વારસાનું સંરક્ષણ અને શહેરીકરણ જેવા ક્ષેત્રે ગુજરાતના વિકાસમાં ફાળો આપનારા આ દરેક સ્થાનનું આગવું મહત્વ છે.
વિકાસ પદયાત્રાનો ઉદ્દેશ ગુજરાતે હાંસલ કરેલી આ સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને લોકોને વડાપ્રધાનશ્રીના વિઝનથી પરિણમેલી વિકાસયાત્રાના ફરી સાક્ષી બનવાની તક આપવાનો છે.
ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ, રાજુભાઈ મોદી , કાનાજી ઠાકોર ,મામતદારશ્રી એસ. એસ. સિંધવ, ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






