બે દીકરીઓએ દુષ્કર્મી બાપને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો.

બે સગીર બહેનોએ તેમના દુષ્કર્મી બાપને મોતની સજા આપી દીધી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બનેલી આ ચકચારી ઘટનામાં બે સગીર બહેનોએ તેમના પિતાને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. લાહોરથી 80 કિમી દૂર આવેલા ગુજરાનવાલામાં આ ઘટના બની હતી. 48 વર્ષીય અલી અકબરે ત્રણ લગ્ન કર્યા હતા અને 10 બાળકો હતા. જ્યારે અકબરની પહેલી પત્નીનું અવસાન થયું હતું, બાકીની બે પત્નીઓ અને બાળકો ભાડાના મકાનમાં રહેતા હતા. સોમવારે જ્યારે અકબર સૂઈ રહ્યો હતો ત્યારે તેની 12 અને 15 વર્ષની દીકરીઓએ પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં અકબર ગંભીર રીતે દાઝી ગયો હતો અને હોસ્પિટલમાં સારવાર વખતે તેનું મોત થયું હતું.
પોલીસે બન્ને બહેનોની ધરપકડ કરી છે. પૂછપરછમાં બન્નેએ કહ્યું કે પિતા અકબર છેલ્લાં ઘણા સમયથી બન્નેનું યૌન શૌષણ કરતો હતો અને તેથી તેમણે તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં સવાલ છેડાયો છે કે સગીરાઓએ સાચું કર્યું કે ખોટું. સોશિયલ મીડિયામાં લોકોએ દીકરીઓના કામને સાચું ગણાવ્યું છે જોકે કાયદાની દ્રષ્ટિએ બન્ને દીકરીઓએ ખોટું કર્યું છે.



