રાધા સ્વામી સત્સંગ વ્યાસના પરિસરમાં રમવા આવેલી બે સગીર વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મ
સગીરા ગર્ભવતી થતાં સેવાદારનો ભાંડો ફૂટ્યો

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સાયના કોતવાલી વિસ્તારમાં સ્થિત રાધા સ્વામી સત્સંગ વ્યાસના પરિસરમાં રમવા આવેલી બે સગીર વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મનો આચર્યાની ઘટના સામે આવી છે. ત્યાંના એક 65 વર્ષીય સેવાદાર પર પ્રસાદ આપવાના બહાને 8 મહિના સુધી સગીરઓ પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે જ્યારે એક સગીરા ચાર મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું છે. પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બુલંદશહેર જિલ્લાના સાયના વિસ્તારમાં રહેતી બે વિદ્યાર્થીનીઓ રાધા સ્વામી સત્સંગ વ્યાસના પરિસરમાં રમવા જતી હતી. એક નોકર હતો જે પ્રસાદના નામે આ સગીરાઓને નશાની ગોળીઓ ખવડાવતો હતો અને આઠ મહિનાથી સતત આ કૃત્ય આચરતો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો થવા લાગ્યો. પરિવારજનોએ જ્યારે દીકરીને ડોક્ટર પાસે તપાસ કરાવી તો ખબર પડી કે તે ચાર મહિનાની ગર્ભવતી છે. જ્યારે પરિવારે દીકરીને આ વિશે પૂછ્યું તો તેણે આખી વાત પરિવારને જણાવી હતી.
પીડિત સગીરાએ એવુ પણ જણાવ્યું હતું કે, ‘મારી મિત્ર પણ સાથે હતી.’ આવી સ્થિતિમાં તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને પરિવારોએ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને બંને વિદ્યાર્થિનીને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી.



