GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવદ્દગીતા સમજવા માટે બેઝિક કોર્સનું આયોજન

 

MORBI:મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવદ્દગીતા સમજવા માટે બેઝિક કોર્સનું આયોજન

 

મોરબી : ISKCON-અમદાવાદ સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર- મોરબી દ્વારા શ્રીમદ્દ ભગવદ્દગીતાને સહેલાઈથી સમજવા માટે ભગવદ્દગીતા બેઝિક કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોર્સ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. તેથી ભગવત ગીતા સમજવા માટે આ કોર્સનો લાભ લેવા માટે મોરબીની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.


આ કોર્સનો પ્રથમ ભાગ તારીખ 17 થી 19 જાન્યુઆરી સુધી રાત્રે 8-30 થી 10-30 સુધી સમજાવવામાં આવશે. જ્યારે બીજો ભાગ તારીખ 24 થી 26 જાન્યુઆરી સુધી રાત્રે 8-30 થી 10-30 સુધી મોરબીના શનાળા રોડ પર આવેલ ભવાની સોડા ઉપર SBI બેંક વાળા હોલ ખાતે સમજાવવામાં આવશે.

આ કોર્સમાં શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવશે. તો આ કોર્સમાં જોડાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે સાવન પ્રભુ- મો.નં. 9825056624 અથવા અતુલભાઈ- મો.નં. 7016707756 અથવા રવિ પ્રભુ- મો.નં. 9725204590નો સંપર્ક ક૨ી નામ નોંધાવી દેવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!