નવસારી જિલ્લામાં ‘ હર ઘર તિરંગા અભિયાનને મળી રહ્યો છે જન પ્રતિસાદ
પ્રિતેશ પટેલ વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
***
વઘઈ તા 14 સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. નવસારી જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાની વાસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં કોલેજના યુવાનો ભાગ લઈને પોતાના દેશભક્તિની ભાવન રજુ કરી હતી . વિજેતા સ્ત્રોતાને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . આ કાર્યક્રમમાં વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ , તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર , કોલેજના પ્રીનીસ્પાલ તથા મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા .