AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા સાકરપાતળ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘મિશન લાઈફ’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી.

જેમાં સાકરપાતળ ખાતે તાલુકાનો કક્ષાનો “કલા ઉત્સવ,” “મિશન લાઈફ”, “શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ગાન” સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમ લાવનાર વિધાર્થીઓને ઈનામ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. હતાં. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉત્સાહભેર ભાગ લઈ સહભાગી બન્યા હતા.

આ તમામ સ્પર્ધાઓમા મિશન લાઈફ અંતર્ગત જુદા જુદા ચાર ઝોન આહવા, સુબીર, સાપુતારા અને વઘઇ મુજબ અને કલા ઉત્સવ તથા શ્રીમદ્દ ભગવદ્દ ગીતા સ્પર્ધાઓ આહવા, વઘઇ અને સુબીર તાલુકા કક્ષાએ યોજવામાં આવેલ છે.

 

Back to top button
error: Content is protected !!