NATIONAL

દેશના 16 રાજ્યોમાં આગામી સમયમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગ દ્વારા ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણીને લઈ 16 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં સૌથી તીવ્ર શીત લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં સૌથી તીવ્ર શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યાં આગામી 24 થી 36 કલાક સુધી સ્થિતિ યથાવત રહી શકે છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, મધ્યપ્રદેશ, પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ગાઢ ધુમ્સની ચેતવણી જારી કરવામાં આવી છે. પૂર્વી રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી નીચે આવી શકે છે.

ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડી પડી રહી છે. હજુ ડિસેમ્બર મહિનો અડધો થયો છે તો પણ કડકડતી ઠંડી શરૂ થઈ નથી. ઉત્તર ભારતમાં હજુ પણ હિમવર્ષાની શરૂઆત થઈ નથ. પશ્ચિમી વિક્ષેપના કારણે ઘણી વખત હવામાનમાં ફેરફાર થવાથી આવી પરિસ્થિતિ સર્જાય છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જેટ સ્ટ્રીમ હિમાલય પ્રદેશને અસર કરી શકે છે. જેથી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે અને ઠંડીમાં વધારો થશે.

દિલ્હી થી બિહાર અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી ભારે ઠંડી પડી શરૂ થઈ ગઈ છે. દિલ્હી એનસીઆરમાં છેલ્લા બે દિવસથી ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં ભારે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ પંજાબ અને હરિયાણામાં પણ શીત લહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!