WhatsApp પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો !!!

WhatsApp ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં Meta પુષ્ટિ કરી છે કે, WhatsApp પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેટલાક WhatsApp વપરાશકર્તાઓ સાયબર હુમલાખોરોના નિશાના પર હતા મેટાએ આ સાયબર હુમલામાં આરોપ લગાવ્યો છે કે, ગ્રેફાઈટ નામના પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોટ્સએપના માલિક મેટાએ કહ્યું કે, આ સાયબર હુમલામાં લગભગ 90 લોકો શિકાર બન્યા છે.
એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપએ પુષ્ટિ કરી છે કે, સાયબર હુમલાખોરો 90 લોકો સુધી પહોંચ્યા હતા, તેમને શિકાર બનાવ્યા હતા અને સંભવતઃ તેમના ડેટાનો ભંગ કર્યો હતો. આ 90 લોકો પત્રકાર અને ઘણી મોટી હસ્તીઓ હોવાનું કહેવાય છે, જોકે તેમની કોઈ વિગતો બહાર આવી નથી. આ સાથે મેટાએ પુષ્ટિ કરી છે કે, હુમલાખોરોએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. પત્રકારો અને નાગરિક સમાજના ઘણા સભ્યો આમાં સામેલ હતા. કંપનીનું માનવું છે કે, આ લોકો 20 અલગ-અલગ દેશોમાં હાજર છે.
પેરાગોન સોલ્યુશન દ્વારા ગ્રેફાઇટ વાસ્તવમાં શૂન્ય ક્લિક (ઝીરો ક્લિક) ટેકનોલોજી પર કામ કરે છે. આનો અર્થ એ છે કે, એક ક્લિક વિના તે ઉપકરણને ઍક્સેસ કરી શકે છે અને ડેટાનો ભંગ કરવાની ક્ષમતા ધરાવે છે. મોબાઇલ માલિકને આ ચોરીની જાણ નહીં થાય. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે.



