નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા, રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહ યોજાયો
લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ રવિવાર સાંજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહ યોજાયો હતો, જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે. ભાજપની સાથે NDAના તમામ સાથી પક્ષોના નેતાઓ પણ શપથગ્રહણમાં ઉપસ્થિત રહેલ.
રાજનાથ સિંહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. એટલું જ નહીં રાજનાથ સિંહે અટલ બિહારી વાજપેયી સરકારમાં કૃષિ સહિત અનેક મંત્રાલયો પણ સંભાળ્યા છે.ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ગૃહમંત્રી અને બીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
અમિત શાહ બીજી વખત મોદી સરકારમાં સામેલ થયા છે. અગાઉની સરકારમાં તેઓ ગૃહ અને સહકાર મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા. જ્યારે શાહ ગૃહ પ્રધાન હતા, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી અને CAA કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આ વખતે તેમને કયા મંત્રાલયની જવાબદારી મળે છે તે જોવું રહ્યું.
જો કે આ વખતે શાહ કયું મંત્રાલય સંભાળશે તે મંત્રાલયોની વિભાજન બાદ જ સ્પષ્ટ થશે. અમિત શાહ ઉપરાંત રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ, મનોહર લાલ ખટ્ટરે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
આ સમારંભમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ભાજપનાના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ હાજર રહેલ. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન, પ્રસૂન જોશી, કંગના રનૌત સહિત ઘણા મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલ
સમારોહમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા સહિતના દિગ્ગજો પહોંચ્યા હતા
જગદગુરુ રામભદ્રાચાર્ય વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાસ હજાર રહેલ. આ ઉપરાંત ભાજપ નેતા ગિરિરાજ સિંહ, નિર્મલા સિતારામન, હરદીપ સિંહ પુરી, ભાજપના વિજેતા સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વિજેતા સાંસદ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના દિગ્ગજો સમારોહમાં ઉપસ્થિત રહેલ એ સિવાય આશરે 8 હજારથી વધુ લોકો આ પ્રસંગે હાજર રહે..
વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીએ શપથ લીધા પછી આ નેતાઓએ લીધા મંત્રીપદ માટે શપથ
• નરેન્દ્ર મોદી – વડાપ્રધાન પદ
• રાજનાથ સિંહ
• અમિત શાહ
• નીતિન ગડકરી
• જે.પી. નડ્ડા
• શિવરાજ સિંહ ચૌહાણ
• નિર્મલા સીતારમણ
• એસ.જયશંકર
• મનોહરલાલ ખટ્ટર
• એચ.ડી.કુમારસ્વામી
• પિયૂષ ગોયલ
• ધર્મેન્દ્ર પ્રધાન
• જિતનરામ માંઝી
• લલન સિંહ
• સર્વાનંદ સોનોવાલ
• ડૉ.વિરેન્દ્ર કુમાર
• રામમોહન નાયડૂ
• પ્રહલાદ જોશી
• જુએલ ઓરાંવ
• ગિરિરાજ સિંઘ
• અશ્વિની વૈષ્ણ્વ
• જ્યોતિરાદિત્ય સિંધિયા
• ભૂપેન્દ્ર યાદવ
• ગજેન્દ્ર સિંહ શેખાવત
• શ્રીમતી અન્નપૂર્ણા દેવી
• કિરેન રિજિજૂ
• હરદીપ સિંહ પુરી
• ડૉ.મનસુખ માંડવિયા
• ગંગાપુરમ કિશન રેડ્ડી
• ચિરાગ પાસવાન
• સી.આર.પાટીલ
• ઈન્દ્રજીતસિંહ રાવ
• ડૉ.જીતેન્દ્ર સિંઘ
• અર્જુન રામ મેઘવાલ
• પ્રતાપરાવ ગણપતરાવ જાધવ
• જયંત ચૌધરી
• જીતીન પ્રસાદ
• શ્રીપદ યશો નાઈક
• પંકજ ચૌધરી
• કૃષ્ણ પાલ
• રામદાસ અઠાવલે
• રામનાથ ઠાકુર
• નિત્યાનંદ રાય
• શ્રીમતી અનુપ્રિયા પટેલ
• વી. સોમન્ના
• ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
• પ્રો.એસ.પી.સિંહ બઘેલ
• સુશ્રી શોભા કરણલાજે
• કીર્તિવર્ધન સિંઘ
• બનવારી લાલ વર્મા
• શાંતનુ ઠાકુર
• સુરેશ ગોપી
• ડૉ. એલ.મુરુગન
• અજય ટમટા
• બંડી સંજય કુમાર
• કમલેશ પાસવાન
• ભગીરથ ચૌધરી
• સતીષચંદ્ર દુબે
• સંજય સેઠ
• રવનીત સિંહ
• દુર્ગાદાસ ઉડકે
• શ્રીમતી રક્ષા નિખિલ ખડસે
• સુકાંતા મજૂમદાર
• શ્રીમતી સાવિત્રી ઠાકુર
• તોખન સાહૂ
• રાજભૂષણ ચૌધરી
• ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા
• હર્ષ મલ્હોત્રા
• શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયા
• મુરલીધર મોહોલ
• જોર્જ કુરીયન
• પબિત્રા માર્ગેરિટા





