KOTDA SANGANIRAJKOT CITY / TALUKO
		
	
	
Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતેના સરકારી ખરાબાની અંદાજિત રૂ. ૧.૨૩ કરોડની કિંમતની જમીન પરના દબાણ દુર કરાયા

તા.૮/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.
જે અન્વયે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે રાજકોટથી ગોંડલ જતા નેશનલ હાઇવેથી નજીક આવેલ સરકારી ખરાબાના જુના સર્વે નંબર ૩૦૫ ની આશરે ૨૧૦૦ ચોરસ મીટરની અંદાજિત રૂ. ૧.૨૩ કરોડની જમીન પરના અનઅધિકૃત વાણિજયક મોટી દુકાનો અને આશરે ૧૭ અન્ય દબાણો દુર કરવામાં આવ્યા છે. આ દબાણો પોલીસ વિભાગ અને જે.સી.બી. મશીન સાથે રાખી દૂર કરવામાં આવ્યા હતા.
ડિમોલીસન સમયે મામલતદારશ્રી જી.બી.જાડેજા, પી.એસ.આઈ. શ્રી ઘનશ્યામસિંહ જાડેજા સહિતના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
				




