ભરૂચના ભૃગુરુષી બ્રિજ નીચેથી બિનધિકૃત ભારતીય ચલણી નાણા રોકડા રૂ.30.80 લાખની હેરાફેરી કરતા બે ઈસમોને LCBએ રિક્ષા સાથે પકડયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ભૃગુરુષી બ્રિજ નીચેથી બિનધિકૃત ભારતીય ચલણી નાણા રોકડા રૂ.30.80 લાખની હેરાફેરી કરતા બે ઈસમોને LCBએ રિક્ષા સાથે પકડયા
ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રીજ નીચેથી બિનધિકૃત રીતે ભારતીય ચલણી નાણા રોકડા રૂ.30.80 લાખની હેરાફેરી કરતા બે ઈસમોને LCB ટીમે ઝડપી પાડ્યા છે. આ બંને ઈસમો રીક્ષા દ્વારા આ નાણાં લઈને ટંકારીયા ગામ તરફ જવાના હોવાની માહિતી ટીમને મળી હતી.
ટીમને હવાલાના નાણાં હોવાની માહિતી મળી હતી ભરૂચ જિલ્લામાં દિવાળી અને નવાવર્ષના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની.પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક ડૉ.કુશલ ઓઝાએ તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતા. તેના અનુસંધાને LCB ની ટીમ ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન માહિતી મળી હતી કે, અંકલેશ્વર તરફથી એક રિક્ષા GJ-16-AT-8590 માં બે ઇસમો બિનધિકૃત રીતે ભારતીય બનાવટના નાણાનો જથ્થો લઈ ભરૂચ ભૃગુઋષિ બ્રીજ નીચેથી ટંકારીયા તરફ જવાના છે,જે હવાલાના નાણા હોઇ શકે છે.માહિતીના આધારે LCB ટીમે ભૃગુઋષિ બ્રીજ નીચે વોચમાં ગોઠવી હતી.
બંને વિરુધ્ધ BNSS કલમો નોંધી કાર્યવાહી હાથ ધરી આ સમય દરમિયાન માહિતીવાળા નંબરની રીક્ષા આવતા તેને કોર્ડન કરીને રોકી તેમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની ચલણી નોટો કુલ રૂપિયા 30,80, 000 રોકડા મળી આવ્યા હતાં.આ અંગે રિક્ષામાં પકડાયેલા ટંકારીયા ગામના હબીબ ઈબ્રાહીમ મનસુરી અને ઇખર ગામના યાકુબ ઉર્ફે બાબુભાઇ ઈબ્રીહીમ ભોદુની પૂછતાજ કરતા સંતોષ કારક જવાબ નહિ આપતા પોલીસે રોકડા રૂપિયા,રીક્ષા અને મોબાઈલ મળીને કુલ રૂ.32,86,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરોને બંને વિરુધ્ધ ભારતીય ચલણી નાણાની બિન અધિકૃત રીતે હેરાફેરીના ગુનામાં (BNSS) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.