NANDODNARMADA

કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો કાયદો અમલી બનાવવા સામે નર્મદા જીલ્લાના આદીવાસીઓનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાનો કાયદો અમલી બનાવવા સામે નર્મદા જીલ્લાના આદીવાસીઓનો વિરોધ

ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ની આગેવાનીમાં નર્મદા કલેકટર ખાતે રાષ્ટ્રપતિ લોક કમિશનને સંબોધી લખાયેલ આવેદનપત્ર સુપ્રત કરાયો

સમાન નાગરિક સંહિતાના કાયદાથી આદિવાસીઓના જલ જંગલ અને જમીનના હક્કો છીનવાસે- રાજપીપળા નગરપાલીકા પુર્વ પ્રમુખ મહેશ વસાવા

રાજપીપળા : જુનેદ ખત્રી

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા નો કાયદો આંબલી બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ કાયદા સામે દેશના પીડિત વંચી તો આદિવાસી માઈનોરીટી જેમાં શીખ દેસાઈ મુસ્લિમ દ્વારા અને દલિત સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સમાજને મળેલા બંધારણીય હકો છીનવાઈ જવાનો ભય ઊભો થઈ રહ્યો છે નર્મદા જિલ્લામાં પણ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આજરોજ દેશના રાષ્ટ્રપતિ ગુજરાતના રાજ્યપાલ અને લો કમિશન ઓફ ઇન્ડિયા અને સંબોધીને લખાયેલ એક આવેદનપત્ર કલેક્ટર હાલે કચેરી ખાતે આપવામાં આવ્યું હતું અને સમાન સવીલ કોડ ના કાયદાનો વિરોધ આદિવાસી સમાજ તરફથી દર્શાવવામાં આવ્યો હતો.

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી મા પાઠવવામાં આવેલ જે પ્રસંગે રાજપીપળા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ અને આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવા, ભારતિય ટ્રાઈબલ ટાઈગર સેના ના નાદોદ તાલુકા પ્રમુખ વિજય વસાવા, મહામંત્રી મિથુનભાઇ વસાવા, ઉપપ્રમુખ મેહુલભાઈ એસ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્ર મા જણાવ્યા મુજબ આદિવાસીની સામાજીક વ્યવસ્થા તેમના દ્વારાજ શાસિત થાય છે, કાયદાથી નહિ, આદિવાસીઓના ૭૦૫ સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સુચી બંધ કરવામાં આવ્યા છે, આદિવાસી સમુદાય લગ્ન,તલાક, ઉતરાધિકારી, વારસાઈ , દત્તક ની બાબતમાં પોતાના રૂઢિગત નિયમોથી અને કાયદાઓથી ચાલતો આવેલો સમાજ છે આદિવાસી સમાજ ના જન્મથી મૃત્યુ સુધીના પોતાના રીતિ રિવાજ હિન્દુ સમાજ અને ભારત દેશના અન્ય જાતિઓ સમુદાયો કરતા ભિન્ન રીતના જુદા જુદા છે, આદિવાસી સમાજ ઉપર હિન્દુ કાયદાઓ પણ લાગુ નથી થતા, કારણ કે એમના રૂઢિગત કાયદાઓ છે જે બંધારણ અંતર્ગત સંરક્ષિત કરવામાં આવ્યા છે.

ભારતના બંધારણમાં અનુચ્છેદ 13 (3) (ક)માં રૂઢિપ્રથા રીત રિવાજને કાયદાનું બળ પ્રાપ્ત થયેલ છે અદાલતો એ પણ પોતાના નિર્દોષોમાં કહ્યું છે કે આદિવાસી હિન્દુ નથી.

સમાન નાગરિક સંહિતાના કાયદાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે જેના કારણે આદિવાસી પર તેની અનેક અસરો થશે દેશમાં આદિવાસીઓના રૂઢિગત કાયદાઓ સમાપ્ત થઈ જશે જેમાં આદિવાસી રિઝર્વ વિસ્તારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર સમાન નાગરિક સંહિતાના કાયદાથી સીધી અસર પડશે, આદિવાસીઓને ગ્રામ્ય સ્થળે પૈસા કાયદા હેઠળ અનેક અધિકારો મળ્યા છે જે સમાન સિવિલ કોડ અમલમાં આવતા સમાપ્ત થઈ જશે, દેશમાં દરેક રાજ્યમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદા બન્યા છે જેમ કે વિલકીનસન રૂલ 1837 પૈસા કાયદો 1996 પાંચમી અનુસુચિત, છઠ્ઠી અનુસૂચિત 73 કક આદિવાસીઓને જળ જંગલ અને જમીન સુરસિત રાખવા માટે સીએનટી અને એસપીટી નાં વિશેષ અધિકારો પ્રાપ્ત છે, આવા અધિકારો સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી સમાપ્ત થઈ જશે જેથી આદિવાસીઓની કિંમતી જમીન લૂંટવાનો માલેતુજારો માટે સરળ થઈ જશે, અને જમીન માફિયાઓ દ્વારા આદિવાસીઓની જમીન છીનવાઈ જવાનો ખતરો પણ ઉભો થશે.

આ કાયદાથી આદિવાસીઓના રૂઢિગત રીતે રહેવાના કાયદાઓ કમજોર બનાવી દેવામાં આવશે સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સરક્ષણ આપવામાં આવ્યું છે તે સમાપ્ત થઈ જશે આમ આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી સીધી અસર થશે આદિવાસીઓના મૂળ અધિકારો છે તે સમાપ્ત થઈ જશે જેથી આવેદનપત્ર પાઠવી સમાન નાગરિક સંહિતાનો કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં ન આવે અને આદિવાસીઓના બંધારણીય અધિકારોનો આદિવાસીઓની રૂઢિગત પરંપરાઓનો અને આદિવાસીઓની જળ જંગલ અને જમીનનો સંરક્ષણ કરવામાં આવે ની માંગ કરવામાં આવી છે.

બોક્ષ મેટર

સમાન નાગરિક સંહિતાનો મુદ્દો લોકસભા ની ચૂંટણીઓ જીતવા માટેનો – પુર્વ રાજપીપળા નગરપાલીકા પ્રમુખ મહેશ વસાવા

ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા નર્મદા કલેક્ટર રાલયમાં રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા ની આગેવાનીમાં આવેદનપત્ર સમાન નાગરિક સંહિતાના અમલના વિરોધમાં આપવામાં આવ્યો હતો તે પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના પેસા કાયદા હેઠળ મળેલા વિશેષ અધિકારોને ખતમ કરવા માંગે છે દેશમાં એસટીએસસી અને ઓબીસી અને મુસ્લિમ સમાજના 85 ટકા જેટલા લોકોની વસ્તી છે તે છતાં ૧૫ ટકા વાળા વસ્તી ધરાવતા આ દેશના કાયદાઓમાં ગરબડ કરી રહ્યા છે અને હિન્દુત્વનો મુદ્દો છેડી બીજેપી અને આરએસએસ ૨૦૨૪ માં આવનારી લોકસભાની ચૂંટણી જીતવા માટેનો કારસો રચી રહ્યા હોવાનું તેઓએ ગંભીર આરોપ લગાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!