ANJARGUJARATKUTCH

પ્રાંત અધિકારી અને મદદનીશ કલેકટર શ્રી સુનિલ સાહેબની અધ્યક્ષતામાં બ્લોક રિસોર્સ સેન્ટર અંજાર ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૦૨ જુલાઈ : માનનીય પ્રાંત અધિકારી અને મદદનીશ કલેકટર શ્રી સુનિલ સાહેબ ની અધ્યક્ષતામાં બ્લોક રિસોર્સ સેન્ટર અંજાર ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે કાર્યરત એમઆઈએસ, આઈઇડી, શાળા બહારના બાળકોનું શિક્ષણ, વોકેશનલ ટ્રેડ, ટ્રાન્સપોર્ટેશન જેવા સમગ્ર શિક્ષાના વિવિધ વિભાગોની જાણકારી મેળવવામાં આવી સાથે સાથે સ્કૂલ ઓફ એક્સલન્સ, આરટીઇ, એસએમસી, શાળા કક્ષાએ મળતી ગ્રાન્ટોનો ઉપયોગ જેવા વિવિધ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી મેળવવામાં આવી અને સંબંધિત બાબતો પરત્વે યોગ્ય માર્ગદર્શન અને દિશા નિર્દેશ આપવામાં આવ્યા.પ્રાંત અધિકારી શ્રી સુનિલ સાહેબ દ્વારા બી આર સી ભવન કેમ્પસમાં આવેલ કેજીબીવી પરિસર ની પણ મુલાકાત લેવામાં આવી. હાલ ચાલતી ચોમાસાની ઋતુ દરમિયાન કેજીબીવીમાં પાણી ભરાવાથી દીકરીઓને રહેવા, જમવા અને દૈનિક પ્રવૃત્તિઓ તથા અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી અને દીકરીઓની સલામતીને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે અન્ય સલામત સ્થળે શિફ્ટ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે કેજીબીવી ના નવનિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ કરવામાં આવ્યા.આ મિટિંગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી.કો.ઓ.શ્રી, ટી.આર.પી.શ્રી,સી.આર.સી.કો. ઓ.શ્રીઓ તેમજ બ્લોક સ્ટાફ તમામ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!