
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ આહવા દ્વારા આપદા મિત્રો અને સુરક્ષા દળો માટે આહવા આઇ.ટી.આઇ તેમજ આહવા પોલીસ તાલીમ ભવન ખાતે ડિઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ડાંગ જિલ્લાના સ્વયંસેવકો આપદામિત્રો, કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસના કર્મચારી, જી.આર.ડી, હોમગાર્ડ તથા એનસીસીના જવાનો તેમજ આપદા મિત્ર એમ મળીને કુલ ૫૦૦ થી વધુ જવાનોને તાલીમ આપવામાં આવી.
ડિઝાસ્ટર વિભાગ દ્વારા તાલીમમાં સંભવિત તાકીદની કોઈપણ પરિસ્થિતી ને પોહચી વળવા પ્રાથમિક સારવાર તથા શોધ અને બચાવ અને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ પોલીસ કર્મીઓ દ્વારા સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ પણ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ડિઝાસ્ટર મામલતદાર શ્રી યોગેશ ચૌધરી, ડી.પી.ઓ શ્રી ચિંતન પટેલ ,હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત સુરક્ષા કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




