SAGBARA

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં ડેડીયાપાડા ના ડૉ.અશ્વિન વસાવા અને જેસીંગ વસાવા ની દ.ગુ. ડિવિઝન બોર્ડમાં નિયુક્તિ;,

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં ડેડીયાપાડા ના ડૉ.અશ્વિન વસાવા અને જેસીંગ વસાવા ની દ.ગુ. ડિવિઝન બોર્ડમાં નિયુક્તિ;,

વત્સલમ સમાચાર

ડેડીયાપાડા  : પ્રતિનિધિ

 

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં ડેડીયાપાડા નાં બે યુવાનો ની દક્ષિણ ગુજરાત ડિવિઝન બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં સંસ્થાપક શ્રી ડૉ.ટી.એમ.ઓનકાર નાં નેતૃત્ત્વ હેઠળ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ની રચના કરવામાં આવી છે, ત્યારે માનવ સેવા રાષ્ટ્ર ની સેવા નાં સિધ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાનાં કામો કરીને નાત – જાત કે ધર્મનાં ભેદભાવ વગર સમાજ સેવા નું કાર્ય કરશે,

અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કે અન્યાય થશે ત્યાં તેઓ અવાજ ઉઠાવશે, ત્યારે ડેડીયાપાડા તાલુકાનાં બે યુવાનોની દક્ષિણ ગુજરાત ડિવિઝન બોર્ડમાં નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત ડિવિઝન બોર્ડના ચેરમેન તરીકે ડેડીયાપાડા ના વાડવા ગામના ડૉ.અશ્વિન એન.વસાવા તેમજ દક્ષિણ ગુજરાત ડિવિઝન બોર્ડ નાં સેક્રેટરી તરીકે નવાગામ (ડેડીયાપાડા) નાં જેસીંગભાઇ નવાભાઇ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી છે.

 

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ભરૂચ ખાતે આવેલ કાર્યાલય ખાતે સંસ્થાના સંસ્થાપક શ્રી ડૉ.ટી.એમ.ઓનકાર દ્વારા તેઓને આઇકાર્ડ અને પ્રમાણપત્ર તેમજ ઓથોરિટી લેટર આપી સેવામાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!